For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ 5.7 લાખના ડ્રગ્સ સાથે 2 કોલેજિયન વિદ્યાર્થીની ધરપકડ

વડોદરાઃ 5.7 લાખના ડ્રગ્સ સાથે 2 કોલેજિયન વિદ્યાર્થીની ધરપકડ

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં ગુનાહિત કૃત્યોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ યુવાનો ખાસ કરીને નશીલા પદાર્થો તરફ વળી રહ્યા છે. હાલમાં જ વડોદરામાંથી ડ્રગ્સ સાથે બે કોલેજિયન વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બાતમીના આધારે સમા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સમીર પરમાર ઉર્ફે રાજ (21) અને દિવ ચૌહાણ ઉર્ફે વિરેન (19)ની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ પાસેથી 5.7 લાખની કિંમતનો contraband crystal methamphetamine નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

જણાવી દઈએ કે બંને આરોપીઓ દિવાલીપુરામાં રહે છે અને એક પ્રાઈવેટ એન્જીનિયરિંગ કોલેજમાં ડિપ્લોમા એન્જીનિયરિંગનો અભ્યાસ કરે છે. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ મુંબઈના ઝફર અલિ ખાન પાસેથી 95 ગ્રામનું ડ્રગ્સ લઈ દુમડ ક્રોસવર્ડથી નિકળવાની તૈયારી જ કરી રહ્યા હતા કે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

ડ્રગ્સનું પાઉચ મળી આવ્યું

ડ્રગ્સનું પાઉચ મળી આવ્યું

ઈન્સપેક્ટર પીડી પરમારે કહ્યું કે, 'તેમને પકડ્યા ત્યારે તેઓ નિર્દોશ હોય તેવું વર્તન કરી રહ્યા હતા પરંતુ તેમની તલાશી લેતાં તેમના ખિસ્સામાંથી એક પાઉચ મળી આવ્યું જેમાં ડ્રગ્સ હતું.' પૂછપરછ દરમિયાન આરોપી વિદ્યાર્થીઓએ કબુલ્યૂં કે મંજલપૂરના રેહવાસી ચિંટુ પટેલે ડ્રગ્સ મંગાવ્યું હતું અને તેનું પેમેન્ટ પણ એડવાન્સમાં કરી દીધું હતું.

વાલીને જાણ કરી દેવામાં આવી

વાલીને જાણ કરી દેવામાં આવી

વધુમાં ઈન્સપેક્ટર પીડી પરમારે જણાવ્યું કે આરોપીઓ એડવાન્સમાં પૈસા લઈ લેતા હતા અને બાદમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા. તેઓ ક્યારથી ડ્રગ્સ સપ્લાયના ધંધામાં સંકળાયેલા છે અને મુંબઈના ડ્રગ સપ્લાયર સાથે તેઓ કઈ રીતે સંપર્કમાં આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ચિંટૂ પટેલ નામના શખ્સની પણ શોધખોળ થઈ રહી છે જેમણે વીદ્યાર્થીઓ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીઓના માતા-પિતાની જાણ કરી દીધી છે અને કોલેજે પણ તેમને ડિટેઈન કરી દીધા છે.

ગુજરાતમાં ખાવાની સાથે બિયર પણ પહોંચાડી રહ્યો હતો Swiggy ડિલિવરી બોયગુજરાતમાં ખાવાની સાથે બિયર પણ પહોંચાડી રહ્યો હતો Swiggy ડિલિવરી બોય

English summary
Vadodara: cops arrested 2 college student with drugs worth of 5.7 lakh rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X