વડોદરા દંપતી હત્યા કેસઃ દત્તક દીકરીએ કરી હતી પાલક માતા-પિતાની હત્યા

vadodara-murder
વડોદરા, 15 ઓક્ટોબરઃ વડોદરાના માંજલપુર સ્થતિ તિરુપતિ સોસાયટીમાં દોઢેક મહિના પહેલા કરવામાં આવેલી દંપતી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છેકે, દત્તક દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પાલક માતા-પિતાની હત્યા કરી હતી.

બનાવની વિગત એવી છેકે, શ્રીહરિ પુરુષોતમ વિનોદ અને તેમના પત્ની સ્નેહાએ એક દીકરી દત્તક લીધી હતી, જે ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી અને નજીકની વૈષ્ણોદેવી સોસાયટીમાં રહેતા 21 વર્ષીય સપન પુરાણીના પ્રેમમાં હતી. જોકે પાલક દંપતીને આ સંબંધ પસંદ નહોતો અને તેમણે દીકરીને યુવકથી દૂર રહેવા અનેકવાર કહ્યું હતું. જોકે આ કિશોરીને તે મંજૂર નહોતું, પોતાના પાલક માતા-પિતાની અંગત જીવનમાં દખલગીરીથી નારાજ કિશોરી અને પ્રેમી સપને તેમની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. ગત 3 ઑગસ્ટના રોજ કિશોરીએ પોતાના પાલક માતા-પિતાના જમવામાં ઘેનની ગોળીઓ ભેળવી દીધી હતી.

બન્ને સુઇ ગયા હોવાની ખાતરી કર્યા બાદ પહેલા સ્નેહાબેનને ગુંગળાવી પેટના ભાગે ચાકુના ઘા મારવામાં આવ્યા હતા અને આ જ પ્રકારે શ્રીહરિની પણ હત્યા કરવામાં આવી હતી. બાદમાં મૃતદેહોને બેડરૂમમાં લઇ જવામાં આવ્યા હતા અને હત્યા કર્યા બાદ બન્ને સપનના ઘરે જતા રહ્યાં હતા. ઘટના અંગે તપાસ ચલાવી રહેલા પીઆઇએ કહ્યું છેકે, હત્યા કર્યા બાદ કિશોરી ખંડેરાવ માર્કટમાં દંપતીના મકાનનું ભાડુ લેવા ગઇ હતી, પરંતુ ભાડુઆતે ભાડુ આપ્યું નહોતું અને મૃતકના ઘરે ગયા હતાં, જોકે ઘર બંધ જણાતા તેમણે મૃતકના દેરાણી સ્વાતિબેનને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

વાપીઃ કન્ટેનર બાઇક પર પડતાં ત્રણના મોત
વાપીના મોરાઇ ગામ નજીક સુરતથી મુંબઇ તરફ જઇ રહેલું કન્ટેનર અકસ્માત બાદ બાઇક પર પલટી મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર મોરાઇ ફાટક તરફથી ટેમ્પો આવતા કન્ટેનર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો સાથે અથડાયા બાદ કન્ટેનર પલટી મારી ગયું હતું. આ બનાવમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X