For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા પોલિસનું સંસ્કારી ફરમાન, નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓ નાના કપડા ના પહેરો

ગુજરાતી વડોદરા પોલિસે નવા વર્ષની ઉજવણી કરવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતી વડોદરા પોલિસે નવા વર્ષની ઉજવણી કરવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે નવા વર્ષની ઉજવણીમાં યુવતીઓ નાના કપડા અને સ્કિન ટચ શૉર્ટ કપડા પહેરીને પાર્ટીઓમાં શામેલ થઈ તો તેમની સામે કાર્યવાહી થશે. આ અધિસૂચનામાં વડાદરોના પોલિસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે કહ્યુ છે કે યુવતીઓએ એવા કપડા ન પહેરવા જોઈએ જે બાળકો પર પ્રતિકૂળ પ્રભાવ પાડે.

vadodara police

પોલિસે એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યુ કે નવા વર્ષની ઉજવણીમાં લોકોને શું કરવાનુ છે અને શું નથી કરવાનુ. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે પાર્ટીઓમાં સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. એટલા માટે મહિલાઓ તે દિવસે નાના કપડા નહિ પહેરે. પોલિસનું આ નિર્દેશન 30 ડિસેમ્બરની રાતથી 2 જાન્યુઆરી રાત સુધી લાગુ રહેશે. જે પણ આનું ઉલ્લંઘન કરતુ જોવા મળશે તેની સામે દંડ કરવામાં આવશે. વળી, પોલિસ એક્ટની કલમ 131 હેઠળ કાર્યવાહી થશે.

પોલિસ અધિકારીઓએ એ પણ નિર્દેશ આપ્યા છે કે ઉજવણીની બધી જગ્યાઓએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. એટલુ જ નહિ આ જગ્યાઓ પર ના ડ્રગ્ઝ અને ના દારૂ પરોસવામાં આવશે. લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે રસ્તા, મલ્ટીપ્લેક્સ અને પાર્ટી પ્લોટો પર મોટી સંખ્યામાં ભેગા થાય છે. બધાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા સ્થળોએ પૂરતી સંખ્યમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ. આ ઉપરાંત દારૂ અને ડ્રગ્ઝ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અધિકારીઓએ કહ્યુ કે ઉજવણીમાં ફટાડકાના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. આનાથી જાનમાલની ક્ષતિ સાથે લોકોને મુશ્કેલી પણ થઈ શકે છે. પોલિસનું કહેવુ છે કે દર વર્ષે 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીમાં અસામાજિક તત્વો પોતે નહિતો બીજા પાસે પાર્ટીનું આયોજન કરાવે છે. આમાં તે નશીલા ડ્રિંક પીવે છે અને પિવડાવે છે અને અશ્લીલતા ફેલાવે છે. 31 ડિસેમ્બરની રાતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 1000 થી પોલિસ કર્મીઓને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં 40થી વધુ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણઆ પણ વાંચોઃ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ

English summary
adodara police's New Year advisory women Don't wear small clothes in celebration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X