ભારે વરસાદે બગાડી વડોદરાની સૂરત, શહેર બન્યુ તળાવ, ચોંકાવનારો Video
હાલમાં ભારે વરસાદના કારણે ગુજરૈત બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ થયો છે જેનાથી સ્થિતિ ઘણી ખરાબ છે.
હાલમાં ભારે વરસાદના કારણે ગુજરૈત બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ થયો છે જેનાથી સ્થિતિ ઘણી ખરાબ છે. અમદાવાદ, વડોદરા, વલસાડ, નવસારી, રાજકોટ, સુરત સહિત વિવિધ શહેરોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. વડોદરામાં બુધવારે માત્ર છ કલાકમાં 10 ઈંચ વરસાદ થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ. માહિતી અનુસાર વડોદરામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે.
|
શહેર બન્યુ તળાવ
હાલમાં આખુ શહેર તળાવ બનેલુ છે. ચારે તરફ પાણી જ પાણી છે અમુક લોકોએ વડોદરાના વરસાદના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે અને ડરાવનારા છે કારણકે જે ઝડપથી પાણી વહી રહ્યુ છે તેનાથી સમજમાં નથી આવી રહ્યુ છે કે આ શહેરનો રસ્તો છે કે તળાવ.
|
વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટો રદ
ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદની અસર રેલવે અને એરપોર્ટ પર પણ પડી રહી છે. ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. સાથે લગભગ 12 ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી એરપોર્ટ પર સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
|
શાળા કોલેજ અને કોર્ટ બધુ બંધ
વરસાદના કારણે આજે અહીં શાળા કોલેજો અને કોર્ટ બધુ બંધ છે અને લોકોને ઘરમાંથઈ બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ વિજય રૂપાણીએ ભારે વરસાદના કારણે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સીએમે સ્થાનિક પ્રશાસનને મદદ કરવા માટે બે આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. બેઠક દરમિયાન સીએમ રૂપાણીએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
