કોલાબેરા કંપનીની મહિલા કર્મચારીએ કરી આત્મહત્યા

Subscribe to Oneindia News

વડોદરામાં કોલાબેરા કંપનીના ઇમારતના આઠમા માળેથી મહિલા કર્મચારીએ પડતું મુક્યું હતું. આ મહિલાનું નામ દ્રષ્ટિ હતું, જે કોલાબેરા કંપનીમાં એચ.આર વિભાગમાં ફરજ બજાવતી હતી. તેણીનો પતિ રોનક પણ આ જ કંપનીમાં નોકરી કરે છે. પતિ-પત્નીનો નોકરીનો સમય સવારે 10 થી સાંજે 6 સુધીનો છે. આ ઘટના ઘટી તે દિવસે પતિ રોનક બપોરે 3 કલાકે ઘરે જતો રહ્યો હતો, જયારે દ્રષ્ટિ નોકરી પર રોકાઇ હતી. સાંજે 6 વાગે નોકરી પરથી છુટવાના સમયે દ્રષ્ટિએ કોલાબેરા કંપનીના ઇમારતના આઠમા માળેથી પડતું મુક્યું હતું.

baroda

આત્મહત્યાનું રહસ્ય અકબંધ

100 ફુટની ઉંચાઇએથી નીચે પટકાયેલી દ્રષ્ટિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસે દ્રષ્ટિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દ્રષ્ટિએ કયા કારણોસર આત્મહત્યા કરી, તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે હાલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ગોત્રી રોડ પરની મધર્સ સ્કૂલ પાછળની મીરા સોસાયટીમાં રહેતી દ્રષ્ટિ પટેલનાં પ્રેમલગ્ન વર્ષ 2012માં રોનક હસમુખભાઇ પટેલ સાથે થયા હતા. દ્રષ્ટિ મુળ મહુવાની હતી. તેના માતા-પિતા આણંદમાં રહે છે. જયારે તેનું સાસરુ બોરસદ તાલુકાના ઝારોલા ગામે છે. દ્રષ્ટિનો પિતરાઈ ભાઇ ભગીરથ ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. દ્રષ્ટિ ભગીરથને રોજ ફોન કરતી હતી. ઘટનાને દિવસે પણ તેણે બપોરે 2 વાગ્યે ભગીરથને ફોન કર્યો હતો. આ સિવાય તેણે દ્રષ્ટિએ સાંજે સાડા પાંચે પતિને ફોન કરી કહ્યું હતું કે, ધાબા પર સુકવેલા કપડા લઇ લેજો. દ્રષ્ટિ અને રોનક વચ્ચે સાંજે આ છેલ્લી વાત થઇ હતી.

English summary
Vadodara: Woman employee of Collabera company committed suicide, she was working in HR department.
Please Wait while comments are loading...