વાપીમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ

Subscribe to Oneindia News

વલસાડના વાપીમાં મોરારજી સર્કલ પાસે આવેલ એક કેમિકલ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ગુરૂવારે વહેલી સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનની આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી લોકોમાં દોડધામ થઇ ગઇ હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા નજરે પડતા હતાં.

fire

આગ પર કાબૂ મેળવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડ ટીમે 4 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરીમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

English summary
VAPI : Fire Broke Out In A Transport Godown on thursday. Read here more.
Please Wait while comments are loading...