For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણપત વસાવાની ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ માટે પસંદગી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 નવેમ્બરઃ ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર 10મી નવેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. વજુભાઇ વાળાની ખાલી પડેલી અધ્યક્ષ પદની જગ્યા અંગે આજે ભાજપના પ્રમુખ આરસી ફળદુના ઘરે એક બેઠક મળી હતી. જેમાં ભાજપ તરફથી આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ અધ્યક્ષ પદ માટે પોતાની પસંદગી થયા બાદ ગણપત વસાવાએ ભાજપના સભ્યપદ અને સક્રિય સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું.

ganpat-vasava
નોંધનીય છેકે, વિપક્ષ કોંગ્રેસ તરફથી કોઇ ઉમેદવારી કરવામાં નહીં આવતા વસાવા બિનહરિફ અધ્યક્ષ બની રહ્યાં છે. તેઓ આજે વિધાનભસામાં અધ્યક્ષપદ માટે ફોર્મ ભરશે. વિધાનસભાના અધ્યક્ષ પદ માટે પોતાના નામની પસંદગી થયા બાદ વસાવાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે અને ગુજરાત સરકારે એક આધિવાસી ધારાસભ્યને બીજીવાર અધ્યક્ષ તરીકેનું સ્થાન આપીને રાજ્યના 90 લાખ જેટલા આદિવાસીઓનું ગૌરવ વધાર્યું છે અને આ ગૌરવ જળવાઇ રહે તે રીતે વિધાનસભાનું સંચાલન કરવાના પ્રયાસો કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના એક સૈનિક અને કાર્યકર્તા તરીકે ભાજપ તથા સરકાર મને જે કામગીરી સોંપશે તે જવાબદારી સ્વીકારવી એ મારી ફરજ બને છે.

અગાઉ પણ રહી ચૂક્યા છે વિધાનસભાના અધ્યક્ષ
નોંધનીય છેકે, વજુભાઇ વાળાને કર્ણાટકના ગવર્નર બનાવવામાં આવ્યા બાદ ગુજરાત વિધાનસભાનું અધ્યક્ષ પદ ખાલી હતું, ત્યારે 10 નવેમ્બરથી શરૂ થનારા બે દિવસીય સત્રથી ગણપત વસાવા આ ખાલી પડેલું અધ્યક્ષ પદ સંભાળવા જઇ રહ્યાં છે. તેઓ ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને આદિજાતી વિકાસ મંત્રી છે. ગણપત વસાવા અગાઉ પણ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ બે વર્ષ સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.

English summary
Gujarat BJP today nominated southern Gujarat tribal MLA and present cabinet minister Ganpatbhai Vasava for the post of Speaker of Gujarat assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X