ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા રાજપૂતને ફળી, કોંગ્રેસે બનાવ્યા વાવાની પેટાચૂંટણીના ઉમેદવાર

અમદાવાદ: બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખુબ જ રસપ્રદ રહી હતી.કારણ કે, કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખા ડૉ રેખાબેન ચૌધરીને જોરદારની ટક્કર આપી હતી અને આખરે ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. વાવ બેઠક પરના ધારાસભ્ય ગેનીબેન લોકસભામાં સાંસદ તરીકે લોકસભામાં ગયા ત્યારે તેમણે વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતુ અને વાવ બેઠક ખાલી પડી હતી.

વાવ બેઠક ખાલી પડતા ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે, હવે કોંગ્રેસ વાવા બેઠકની પેટાચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવશે.જોકે હવે વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પરથી કોને ઉમેદવાર બનાવશે તે પર સૌની નજર હતી ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે.

કોંગ્રેસે વાવ બેઠક પર ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કર્યુ છે. ગુલાબસિંહ રાજપૂત 2022ની વિધાનસભાની ચૂંટણી થરાદ બેઠક પરથી લડ્યા હતા જો કે, તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.જો કે, લોકસભાની ચૂંટણીમાં કરેલી મહેનતને કારણે કોંગ્રેસે ફરી એક વખત યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત પર દાવ લગાવ્યો છે.

vav bypoll

'લોકસભાની ચૂંટણીની મહેતનનું પરિણામ'

બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર થયુ ત્યારથી ગુલાબસિંહ રાજપૂત ગેની બેન ઠાકોરના પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોર સાંસદ બને તે માટે ગુલાબસિંહ રાજપૂતે ખુબ મહેનત કરી હતી અને આ જ મહેનતના ફળ સ્વરૂપે કોંગ્રેસે પેટાચૂંટણીમાં ઉમેદવારીની પસંદગીનો કળશ ગુલાબસિંહ રાજપૂત પર ઢોળ્યો છે. રાજનીતિ જાણકારોના મતે ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ગુલાબસિંહ રાજપૂતને ફળી છે.

13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X