ગુજરાતમાં ફરી સર્જાઇ શકે છે પૂરની સ્થિતિ, મુંબઇ પછી ગુજરાત?
મુંબઇ જ્યાં જલભરાવમાં ડબાયેલું છે, ત્યાં જ આસામ અને બિહાર પણ હાલ પૂરની સ્થિતિનો સમાનો કરી રહ્યા છે. એટલું જ નહીં ગુજરાતના બનાસકાંઠાએ તો હમણાં જ પૂરની સ્થિતિ જોઇ છે અને અહીં હજી રાહત કાર્યક્રમ ચાલી રહ્યું છે. ત્યાં જ હવામાન ખાતા અને સરકારી તંત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી મુજબ આવનારા ત્રણ દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેના કારણે પૂર જેવી સ્થિતિ ગુજરાતમાં ફરી એક વાર ઊભી થાય તેવી પણ સંભાવનાઓ ઊભી થઇ છે. હવામાન ખાતાએ 28મી થી 31મી ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની જાણકારી આપી છે. જે અંતર્ગત અમદાવાદ સમેત વડોદરા, સુરતમાં પણ વરસાદી રમઝટ ગત બે દિવસથી ચાલી રહી છે.
સરકારે કરેલી જાહેરાત 12 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. સાથે જ 14 જેટલી નદીઓ પણ પાણીના સ્તર વરસાદના કારણે વધવાની શક્યતા છે. સરકારે જે જાણકારી આપી છે તે મુજબ ગુજરાતમાં પણ સાબરમતી, બનાસ, તાપી જેવી નદીઓમાં ભારે વરસાદના કારણે આવનારા દિવસોમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળશે જેના કારણે પૂર જેવી સ્થિતિ ફરી ઊભી થવાની સંભાવના રહેલી છે. વળી ગુજરાત સરકારે પણ આ જ કારણે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાય રાખી છે જેથી કરીને મુશ્કેલીના સમય જલ્દીમાં જલ્દી લોકોની મદદ કરી શકાય.