VGGS 2024: CMએ શરૂ કરાવી પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ હોલિસ્ટિક હેલ્થકેર
VGGS 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે ગાંધીનગર ખાતે આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ 'Holistic Healthcare' નો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય ક્ષેત્રના દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં Good Health and Well-being for All થીમ પર આયોજિત આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના હેલ્થકેર સેક્ટરને વિશ્વકક્ષાનું બનાવીને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય રજૂ કર્યું છે, જેમાં ગુજરાત અગ્રેસર બનીને કાર્યરત છે.

આયુર્વેદ અને આધુનિકતા સાથે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં કરવામાં આવેલી પ્રગતિ તેમજ રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે છેવાડાના માનવી સુધી વિસ્તરવામાં આવેલી આરોગ્ય સેવાઓના વ્યાપનો ચિતાર આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર ગુજરાતની સિદ્ધિઓને વર્ણવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટમાં થનાર સામુહિક વિચારમંથનને વડાપ્રધાન મોદીના Health For All વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
