For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

200થી વધુ ખ્રિસ્તી આદિવાસીઓને ફરી હિન્દુ બનાવાયા: VHP

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વલસાડ, 22 ડિસેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદે વલસાડ જિલ્લાના અરનાઇ ગામમાં સંસ્કારોનું આયોજન કરી 200થી વધુ ખ્રિસ્તી આદિવાસીઓને પુનધર્માંતરણ કરી તેમને હિન્દુ બનાવવાનો દાવો કર્યો છે. આ દાવો સંગઠનના એક સ્થાનિક નેતાએ કર્યો છે. સંગઠને એમપણ કહ્યું કે પુનધર્માંતરણ સ્વૈચ્છિક હતું, તેમાં કોઇ બળજબરી કે લાલચનો પ્રયોગ કરવામાં આવ્યો ન હતો.

વીએચપીના વલસાડ જિલ્લાના પ્રમુખ નાતુ પટેલે જણાવ્યું કે 'હાલમાં ચાલી રહેલા ઘર વાપસી અભિયાન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદે ખ્રિસ્તી સમુદાયના 225 લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં પરત લાવ્યા. તેમણે જણાવ્યું કે વિહિપે આદિવાસીઓને હિન્દુ ધર્મમાં વાપસી પહેલાં તેમના શુદ્ધિકરણ માટે એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. વીએચપીના અન્ય કાર્યકર્તા અશોક શર્માએ જણાવ્યું કે ઘર વાપસી કાર્યક્રમાં લગભગ 3,000 લોકોએ ભાગ લીધો.

પરંતુ મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 2003માં બનેલા ધર્માંતરણ વિરોધી કાયદો જેને ધાર્મિક સ્વાતંત્ર્ય કાયદો કહેવામાં આવે છે, તેના અનુસાર કોઇપણ એક ધર્મથી બીજા ધર્મમાંથી ધર્માંતરણ કરાવતાં પહેલાં જિલ્લા કલેક્ટર પાસે પહેલાં મંજૂરી જરૂરી છે. આમ ન કરવામાં આવતાં કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. પરંતુ, આ મુદ્દે જિલ્લા કલેક્ટર પાસે કોઇ પરવાનગી લેવામાં આવી નથી.

ghar-vapasi

સ્પષ્ટ છે કે આ ઘટનાથી વિવાદ ઉદભવશે. બીજી તરફ, ખ્રિસ્તી સંગઠનોએ આ કાર્યક્રમનીએ ટીકા કરી છે. તેમનો આરોપ છે કે બળજબરીપૂર્વક આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ગુજરાત સરકારે આ મામલે હાથ ઉંચા કરી લીધા છે. ગુજરાત સરકારના પ્રવક્તા નિતિન પટેલે કહ્યું કે તેમને હજુ સુધી કોઇ ફરિયાદ મળી નથી. અને જો બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ફરિયાદ મળશે ત્યારે આ મુદ્દે કાર્યવાહી પર વિચાર કરશે.

ગુજરાતમાં 1999થી જ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા આદિવાસીઓના ધર્મ પરિવર્તનના મુદ્દાએ જોર પકડ્યું છે. ખ્રિસ્તી સંગઠનોનો આરોપ છે કે 1995માં રાજ્યમાંથી ભાજપની સરકાર બન્યા બાદ આવી ઘટનાઓએ જોર પકડ્યું છે.

વઢવાણમાં 80 લોકોની ઘરવાપસી જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે દેશભરમાં ચાલી રહેલા ધર્માંતરણ વિવાદ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં આનંદભવન ખાતે રવિવારે રોજ વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જાણીતા લોકગાયિકા ફરીદાબેન મીરના બહેન આબીદાબેન મીર અને 8 પરિવારના 80 લોકોને ભગવો ખેસ પહેરવીને ઘર વાપસીની જાહેરાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઇ છે.

English summary
The Vishwa Hindu Parishad claims to have brought 200 people from 100 Christian families back into the Hindu fold in a 'ghar wapsi' programme organized in the tribal Arnai village in Valsad on Saturday. The organizers said that they did not take any permission and did not violate any law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X