For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં R & D - રિસાયકલિંગ વોટર પર ધ્યાન કેન્દ્રિત

|
Google Oneindia Gujarati News

vibrant-2013
ગાંધીનગર, 31 ડિસેમ્બર : ગુજરાત નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013નું આયોજન કર્યું છે. આ વર્ષે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેની સાથે આ વર્ષે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી), હ્યુમન કેપિટલ અને વોટર રિસાયકલિંગ તથા ટ્રીટમેન્ટ જેવા નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી, 2013 દરમિયાન યોજાનારી સમિટમાં અંદાજે 1 કરોડ લોકો મુલાકાત લેશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વેપાર રોકાણની સાથે વેપાર વૃદ્ધિની તકો અંગે પણ સુવિધા પ્રદાન કરવાનો આશય ગુજરાત સરકારે સેવ્યો છે.

આ સાથે સરકારે 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી વેપાર મેળાનું આયોજન કરીને બિઝનેસ ટુ બિઝનેસ માટેની વાટાઘાટો સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સરકારે રોકાણ, અર્થતંત્ર, ઔદ્યોગિક અને સામાજિક વિકાસ એમ ચોતરફી વિકાસ માટે યોજેલી વાઇબ્રન્ટ સમિટ 2013માં સરકારે જૂના સાથે સર્વાંગી વિકાસ માટે જરૂરી નવા ક્ષેત્રોમાં પણ વાટાઘાટો શરૂ કરવાનું આયોજન કર્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં આ વર્ષે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એન્જિનીયરિંગ એન્ડ ઑટો, ઑટો, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ બાયોટેક્નોલોજીનો સમાવેશ થાય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે અર્બન ડેવલપમેન્ટ - ટ્રાન્સપોર્ટ લીડ ડેવલપમેન્ટ, હેલ્થકેર - વર્કિંગ ટુવર્ડ્સ હ્યુમન ડેવલપમેન્ટ અને વોટર - રિસાયકલિંગ એન્ડ ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે.

આ વર્ષે નોલેજની સાથે ઇનોવેશનને પણ ભારોભાર મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને હ્યુમન કેપિટલનો સમાવેશ થાય છે. સર્વિસ સેક્ટરમાં આઇટી, આઇટીઝ, કેપીઓ અને બીપીઓ, ટુરિઝમ, ફાઇનાન્શિયલ સર્વિસીસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પોર્ટ્સ, શિપબિલ્ડિંગ અને સંલગ્ન ઉદ્યોગો, એગ્રી બિઝનેસ એન્ડ ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ટેકનોલોજીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોફાઇલ ઓફ ગુજરાત તથા લાર્જ પ્રોજેક્ટ ઓપોર્ચ્યુનિટીઝ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011માં ફાર્મા અને બાયોટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હવે આ ક્ષેત્રોમાં રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે ઇનોવેશનને પ્રાધાન્ય આપી જનજીવન માટે વધારે સુવિધારૂપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

English summary
Vibrant Gujarat Summit 2013 Focus on R & D and recycling water added.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X