ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી: કેજરીવાલનો વીડિયો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. અહીં તે ઉનામાં દલિત પીડિતોને મળશે. જો કે અરવિંદ કેજરીવાલે ગુજરાત આવતા પહેલા એક વીડિયો જાહેર કર્યો છે. અને દલિતોને હિંસા ન કરવાની અને આત્મહત્યા ન કરવાની અપીલ કરી છે.

ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી- કેજરી
તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે ગુજરાતમાં કોઇ પણ સમાજનો વ્યક્તિ સુરક્ષિત નથી. દરેક સમાજના લોકોને ગુજરાતમાં દમનનો સામનો કરવો પડી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે આ સાથે જ પાટીદારોનો પણ પક્ષ રાખતા કહ્યું કે દલિત સમાજ પહેલા જ્યારે પાટીદાર સમાજે પણ શાંતિપૂર્ણ આંદોલન કરીને અનામત માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે અનેક લોકો પણ ગુજરાત સરકારે ખોટા રાજદ્રોહના કેસ કર્યા. અને તેમના બાળકો અને મહિલાઓ પર પોલિસે દમન ગુજાર્યો.
"વેપારીઓને રેડના ધમકી ભર્યા ફોન આવે છે!"
તેમણે લોકોને કહ્યું કે આવા દમન સામે એકજૂટ થવાનો સમય આવ્યો છે. અને આ માટે સમગ્ર ભારત તેમની સાથે છે. વધુમાં ગુજરાતના વેપારીઓ પર બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના વેપારીઓને રેડ પાડવાની ધમકી ભરેલા ફોન આવે છે. પોલિસ લોકો પર ખોટા કેસ ઠોકી દે છે.
હિંસા, આત્મહત્યા ન કરો!
વધુમાં ગુજરાતમાં થઇ રહેલા તોફાનોને જોતા કેજરીવાલે કહ્યું કે તે લોકોને હાથ જોડીને અપીલ કરી રહ્યા છે કે હિંસા ના કરે. વધુમાં તેમણે કોઇનું પણ નામ ન લીધા વગર કહ્યું કે "આ લોકો પાસે શક્તિ ખૂબ જ છે તે તમને કૂચડી દેશે." સાથે જ તેમણે આત્મહત્યા કરી રહેલા દલિત યુવાનો આત્મહત્યા ન કરવાનું કહેતા કહ્યું કે તમારે આત્મહત્યા શું કામ કરવી આપણે બધા જ સાથે મળીને લડશું"
ત્યારે અરવિંદ કેજરીવાલના શુક્રવારના ગુજરાત પ્રવાસ પહેલા આ રિલિઝ અને વાયરલ થયેલા આ વીડિયોએ ગુજરાતના રાજકારણમાં સનસની ફેલાવી દીધી છે. ત્યારે અરવિંદ કેજરીવાલના આ વીડિયોને જુઓ અહીં...












Click it and Unblock the Notifications
