વીડિયો: જ્યારે જૂનાગઢમાં સિંહો રસ્તા પર આવ્યા
બુધવારથી સતત પડી રહેલા વરસાદે ગુજરાતમાં વરસાદનું વિકરાય સ્વરૂપ બતાવ્યું છે. જેના લીધે સમગ્ર જનજીવન પર તેની માઠી અસર પડી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોનું ઘરની બહાર નીકળવું અશક્ય બની ગયું છે. તો વળી, હવામાન ખાતાએ આવનારા 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી છે.
વધુમાં આ વરસાદે અમરેલી, ગોડંલમાં પૂરની પરિસ્થિતિ ઊભી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 51 લોકોની મોત થઇ છે અને પ્રશાસને હાઇ એલર્ટ જાહેર કરી બચાવ કામગિરી પણ હાથ ધરી છે.
આવી વિષમ પરિસ્થિતિમાં જો તમે ભર વરસાદે રસ્તા પર જઇ રહ્યા હોવ અને તમારી સામે બબ્બર સિંહ આવીને ઊભો રહે તો તમારી શું હાલત થાય. આવું જ કંઇક બન્યું છે આ વીડિયોમાં જુઓ આ વિડિયો અને તેનો ફોટોસ્લાઇડર...

જંગલનો રાજા રસ્તા પર
તમે વરસાદની મઝા માણતા રસ્તા પર જઇ રહ્યા હોવ અને અચાનક જ તમારી બાજુ સિંહ ઉભેલા દેખાય તો તમારું શું થાય?

જંગલનો રાજા રસ્તા પર
આવું જ કંઇક બન્યું આ ભાઇ જોડે જે જૂનાગઢના રાષ્ટ્રિય ગીર ઉદ્યાન પાસેથી પસાર થઇ રહ્યા હતા. તેમને કોઇ અંદાજો પણ નહતો કે તેમને કંપની આપવા અહીં સિંહ પણ છે.

જંગલનો રાજા રસ્તા પર
સિંહને રસ્તા પર ફરતો જોઇને ભલ ભલને દિવસે તારા જરૂરથી દેખાઇ જાય

જંગલનો રાજા રસ્તા પર
એટલું જ નહીં સિંહે રસ્તો આંળગવાનો પણ પ્રયાસ કર્યો.

જંગલનો રાજા રસ્તા પર
જો કે જાણકારો જણાવે છે કે વરસાદના કારણે જંગલમાં કિચડ વધી જતા કોરી જમીનની શોધમાં ધણીવાર સિંહ રસ્તા પર આવી જાય છે

જંગલનો રાજા રસ્તા પર
ત્યારે આ વિડિયો જોતા લાગે છે કે મેધરાજાએ ગિર રાજાને પણ કરી દીધો છે હેરાન પરેશાન.
વીડિયો
ત્યારે ગબ્બર સિંહનો રસ્તા પર આવતો આ વીડિયો અહીં જુઓ.












Click it and Unblock the Notifications
