
ત્રણ સાપોની જોડી કરી રહી છે એકબીજા સાથે મસ્તી, જુઓ Video
અત્યાર સુધી તમે બે સાપોની જોડીના પ્રણયવાળા દ્રશ્યો જોયા હશે પરંતુ ગુજરાતના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મોરબી જિલ્લાના ટંકારા ગામના જંગલ વિસ્તારમાં ભૂતકોટડા ગામ પહોંચેલા ત્રણ સાપો એક સાથે નાચતા દેખાયા. ત્રણે સાપોની આ જોડીને અમુક ગામ લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી ત્યારબાદ આની સૂચના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી.

રાજકોટથી 40 કિમી દૂર ગામની ઘટના
માહિતી અનુસાર એક સાથે ત્રણ સાપોના પ્રણય(સંવનન)ની આ ઘટના ટંકારાથી 8 કિલોમીટર દૂર સ્થિત ભૂતકોટડા ગામની છે. ટંકારા રાજકોટથી 40 કિલોમીટર દૂર છે જ્યાં રાહુલ દુબરિયા, નૈમિષ ચૌધરી, કૃપાલ ભાગિયા, ઋત્વિક પટેલ વગેરે લોકોએ પરસ્પર ગપ્પા મારી રહ્યા હતા. ત્યારે ઝેરી દેખાતા ત્રણ સાપ ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈને લોકો ચોંકી ગયા. સામાન્યતઃ સાપ હળવી આહટથી પણ ભાગી જતા હોય છે પરંતુ તે ત્રણે સાપ પોતાની મસ્તીમાં જ રહ્યા. આ દરમિયાન ઘણા ફૂટ સુધી ઉછળતા પણ હતા.

ત્રણે સાપોનો રેકોર્ડ કરવામાં આવ્યો વીડિયો
એ લોકોએ સાપોને મસ્તી કરતા પોતાના કેમેરામાં કેદ કરી લીધા. વળી, એ સાપોને જોઈ પક્ષીઓ ગભરાઈ ગયા. ત્રણે સાપ એકબીજામાં વીંટળાઈને ત્યાંથી દૂર જતા રહ્યા. તે ટેકરી પર ચડી ગયા. કહેવાય છે કે એ સાપોમાં એક માદા હતી જ્યારે બે નર હતા. રેન્જ ફોરેસ્ટ અધિકારી જે પી કુંડારિયાએ જણાવ્યુ કે આ ધમણ પ્રજાતિના સાપ છે જે વધુ ઝેરી નથી હોતા.

ફોરેસ્ટ અધિકારીએ જણાવી સાપોની મહત્વની વાતો
કુંડારિયાએ જણાવ્યુ કે, 'આ પ્રકારના સાપ ખેતરો કે ઝાડીઓમાં રહે છે. અત્યારે ચોમાસાનુ આગમન થવાનુ હોય ત્યારે સાપનો પ્રણય કાળ શરૂ થઈ જાય છે. અન્ય જીવજંતુઓની જેમ તે પણ કામક્રિયા માટે માદાને રિઝાવે છે. ઘણી વાર સાપ જંગલ વિસ્તારથી ગામના વસવાટ સુધી પહોંચી જતા હોય છે. એ ગામમાં આ પહેલા પણ બે સાપોની જોડી દેખાઈ હતી.'

પહેલા અહીં 2 સાપોની જોડી દેખાઈ
'પ્રકૃતિનો આ નિયમ છે કે સંવનનના સમયે સરીસૃપોને કોઈ પ્રકારનો ડર નથી લાગતો. આ વખતે એ લોકો જમીનથી હવામાં એકદમ ઉપર થઈ જાય છે. જાણે કે હવામાં તરવા લાગે છે. તે એવા સ્થાને સંવનન કરે છે જ્યાં લોકોની અવરજવર ન હોય અને આવી ઘટના તો બહુ જ ઓછી જોવા ળે જ્યારે બે નહિ પરંતુ ત્રણ સાપ પ્રણય કરી રહ્યા હોય.'
બેગૂસરાયના એક્ટરે વીડિયોમાં રડીને માંગી 300-400 રૂપિયા સુધીની મદદ, 'શરમ કરીશ તો જીવન ભારે પડશે'