For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેગૂસરાયના એક્ટરે વીડિયોમાં રડીને માંગી 300-400 રૂપિયા સુધીની મદદ, 'શરમ કરીશ તો જીવન ભારે પડશે'

સોશિયલ મીડિયા પર ટેલીવિઝનના એક જાણીતા કલાકાર રાજેશ કરીરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની આર્થિક મુશ્કેલી વિશે જણાવતા લોકોને મદદ કરવા માટે કહી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ જેનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. જો કે આ વખતે સરકારે ઘણી બધી ગતિવિધિઓમાં છૂટ પણ આપી દીધી છે. પરંતુ લૉકડાઉનના કારણે ઘણા બધા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ટીવી કલાકારો પણ શામેલ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ટેલીવિઝનના એક જાણીતા કલાકાર રાજેશ કરીરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની આર્થિક મુશ્કેલી વિશે જણાવતા લોકોને મદદ કરવા માટે કહી રહ્યા છે.

300-400 રૂપિયા સુધીની મદદ માંગ

300-400 રૂપિયા સુધીની મદદ માંગ

તેમનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને 300-400 રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. તે પોતાના ગૃહ રાજ્ય પંજાબ પાછા જવા માંગે છે જેથી ત્યાં કોઈ કામ શરૂ કરી શકે. તમને જણાવી દઈએ કે રાજેશ કરીરે ટીવી સીરિયલ બેગૂસરાયમાં અભિનેત્રી શિવાંગી જોશીના પિતાની ભૂમિકા પણ નિભાવી હતી. ફેસબુક પર શેર વીડિયોમાં તે કહી રહ્યા છે કે તેના શોઝના કારણે બની શકે કે લોકો તેમને ઓળખતા હોય.

મારે મદદની બહુ સખત જરૂર છે

મારે મદદની બહુ સખત જરૂર છે

અભિનેતાએ કહ્યુ, 'જો શરમ કરીશ તો આ જિંદગી બહુ ભારે પડવાની છે. એવુ મને લાગી રહ્યુ છે. બસ એટલી વિનંતી કરવા ઈચ્છુ છુ તમને લોકોને મને મદદની બહુ સખત જરૂર છે. અમારી સ્થિતિ બહુ નાજુક બનેલી છે. હું 15-16 વર્ષથી પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહુ છુ. આમ પણ ઘણા સમયથી કામ નહોતુ અને બે-ત્રણ મહિનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તમને લોકોને ખાલી એટલો અનુરોધ છે કે 300-400 રૂપિયા સુધીની મદદ કરો.'

'હું જીવવા ઈચ્છુ છુ'

'હું જીવવા ઈચ્છુ છુ'

તેમણે વીડિયોમાં આગળ કહ્યુ, 'શૂટિંગનુ ખબર નથી કે ક્યારે શરૂ થશે. મને કામ મળે કે ના મળે, કંઈ ખબર નથી.. જિંદગી એકદમ બ્લૉક થઈ ગઈ છે. કંઈ સમજમાં નથી આવી રહ્યુ. હું જીવવા ઈચ્છુ છુ. પ્લીઝ મારી મદદ કરો. હું પંજાબ જવા ઈચ્છુ છુ જેથી કોઈ નાનુ મોટુ કામ કરી શકુ.' તેમણે પોતાની અકાઉન્ટ ડિટેલ પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે બેગૂસરાય સીરિયલ વર્ષ 2015થી 2106 સુધી પ્રસારિત થઈ હતી. આમાં અભિનેત્રી શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ ઉપરાંત ઘણા મોટા કલાકારો મુખ્ય ભુમિકામાં હતા.

Cyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતાCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા

English summary
begusarai actor rajesh kareer emotional video viral in which he pleads for money due to worst economic condition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X