For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: 20 બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાની જેમ ભર્યા હતા

ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો દંડ વધાર્યા પછી પણ સુધર્યા નથી. જ્યારે અહીં સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં પોલીસે એક ઓટો ચાલકને રોક્યો ત્યારે તે અંદરનું દ્રશ્ય જોઇને ચોંકી ગયો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો દંડ વધાર્યા પછી પણ સુધર્યા નથી. જ્યારે અહીં સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં પોલીસે એક ઓટો ચાલકને રોક્યો ત્યારે તે અંદરનું દ્રશ્ય જોઇને ચોંકી ગયો. તે ઓટોમાં ત્રણની સીટ પર 20 માસૂમ બાળકોને બેસાડ્યા હતા. પોલીસે વિલંબ કર્યા વિના વિડીયો બનાવી અને બાળકોને એક પછી એક ગણ્યા. જે બાદ આ ઘટનાની ચર્ચા શહેરભરમાં થવા લાગી હતી. સોશ્યલ સાઇટ્સ પર વીડિયો જોઇ યુઝર્સે કહ્યું કે, આ ખિલવાડ થઇ રહ્યો છે. રીક્ષાવાળા સ્કૂલનાં બાળકોને ઘેટાં-બકરાની જેમ ભરીને લઇ જાય છે. જો કોઈ અકસ્માત થઇ જાય તો શું થશે?

એક રિક્ષામાં ભર્યા હતા 20 બાળકોને, ફક્ત 500 રૂપિયા દંડ

એક રિક્ષામાં ભર્યા હતા 20 બાળકોને, ફક્ત 500 રૂપિયા દંડ

વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઓટોની અંદર બાળકો કેવી રીતે ભર્યા છે. પોલીસે તેમને ગણીને બહાર કાઢ્યા છે. આ ઘટના ગુરુવારે બપોરેની છે. ઓટો ચાલક સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતો હતો. જે બાદ સ્થળ પર હાજર એએસઆઈ અલાઉદ્દીને તેને રોક્યો અને તેની તપાસ હાથ ધરી હતી. જેમાં તે બાળકોને જોઇને ચોંકી ઉઠ્યા હતા. અલાઉદ્દીને ઓટો ચાલક સામે નજીવો દંડ ફટકાર્યો હતો. 500 ના દંડ સાથે ઓટો ડ્રાઇવરને છોડી દેવાયો હતો.

સરકારે દંડમાંથી મુક્તિ આપી

સરકારે દંડમાંથી મુક્તિ આપી

બીજી તરફ, સુધારેલા મોટર વ્હીકલ એક્ટનો દંડ જે દેશમાં લાગુ કરવામાં આવ્યો છે તે ગુજરાતમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે બુધવારે આ કાયદાની બે જોગવાઈઓમાં રાહત આપી છે. નવા મોટર વાહન અધિનિયમ હેઠળ હેલ્મેટ વિના પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જૂના કાયદા હેઠળ માત્ર 100 રૂપિયા દંડ આપવો પડતો હતો.

15 ઓક્ટોબર સુધી કોઈ કાર્યવાહી નહીં

15 ઓક્ટોબર સુધી કોઈ કાર્યવાહી નહીં

સરકારે હેલ્મેટ અને પોલ્યૂશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ હેઠળ અંગે વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે 15 ઓક્ટોબર સુધી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન હેલ્મેટ ન પહેરવા અથવા પીયુસી સર્ટિફિકેટ ન હોવા બદલ કોઈ દંડ લેવામાં આવશે નહીં. લોકોની સુવિધા માટે રાજ્યમાં 900 પીયુસી કેન્દ્રો પણ ખોલવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં ત્રણ કરોડ વાહનો નોંધાયા છે

રાજ્યમાં ત્રણ કરોડ વાહનો નોંધાયા છે

પરિવહન પ્રધાન આર.સી.ફાલડુએ તાજેતરમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ ત્રણ કરોડ વાહનો નોંધાયા છે. પીયુસી કેન્દ્રોની સંખ્યા એકદમ ઓછી છે. એ જ રીતે, આઈએસઆઈ માર્ક કરેલ હેલ્મેટ પણ બજારમાં ઉપલબ્ધ નથી. આ સમસ્યાઓ જોતાં સરકારે આ નિર્ણય લીધો છે.

આઈએસઆઈ માર્કા સાથે હેલ્મેટ આપવા જણાવ્યું હતું

આઈએસઆઈ માર્કા સાથે હેલ્મેટ આપવા જણાવ્યું હતું

તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ ડીલરોને સૂચના આપવામાં આવે કે ટુ-વ્હીલર સાથે ફરજિયાત આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ આપે.

આ પણ વાંચો: ગુજરાત દેશનું ત્રીજું સૌથી ભ્રષ્ટ રાજ્ય, 5 વર્ષમાં 40,000 થી વધુ ફરિયાદો

English summary
Video Viral: 20 school children travel in auto rickshaw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X