રૂપાણી: લોકો પૂરમાં મરી રહ્યા છેને કોંગ્રેસના MLA મોજ કરે છે!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રક્ષાબંધનના પર્વ પર મીડિયા જોડે વાતચીત કરતા કોંગ્રેસ પર નિશાનો સાંધ્યો હતો. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાત રાજ્યસભાની ત્રણેય સીટો પર ભાજપનો જ વિજય થશે, અને આ વાત પર મને પૂર્ણ વિશ્વાસ છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની હાર મામલે બોલતા તેમણે કહ્યું કે કોંગ્રેસની હાર પાકી છે. કારણ કે એક તરફ જ્યારે પૂરમાં લોકો મરી રહ્યા હતા ત્યારે તે કોંગ્રેસી ધારાસભ્યા રિસોર્ટમાં મજા માણી રહ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને તેના પોતાના ધારાસભ્યો પર હવે વિશ્વાસ નથી રહ્યો અને તેમના ધારાસભ્યો હવે તેમના પોતાના જ કહ્યામાં નથી રહ્યા.

Vijay Rupani

ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ચૂંટણી થવાની છે. વધુમાં કોંગ્રેસને એક પછી એક બધી તરફથી ફટકાર પડી રહ્યો છે. હજી સુધી એસસીપી પણ આ ચૂંટણીમાં કોને સાથ આપવો તે અંગે સ્પષ્ટતા નથી કરી. ત્યારે કાલની ચૂંટણી બાદ જોવાનું તે રહે છે કે અહેમદ શાહ જે એક વખતે કોંગ્રેસના ચાણક્ય માનવામાં આવતા હતા તે ભાજપના ચાણક્ય એટલે અમિત શાહથી જીત મેળવે છે કે પછી રૂપાણીની આ વાત સાચી ઠરે છે!

English summary
BJP will win 3 seats and Ahmed Patel will definitely lose: Vijay Rupani, Gujarat CM

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.