વિજય રૂપાણી આજે બનશે ગુજરાતના નવા CM

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા પછી ભાજપના વિજય રૂપાણી સમેત મંત્રીમંડળ આજે શપથ વિધિ કરશે. નોંધનીય છે કે આ શપથ વિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત નીતિશ કુમારથી લઇને અન્ય પ્રદેશો મુખ્યમંત્રીઓ અને સાધુ સંતોનો જમાવડો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ છઠ્ઠી વાર ગુજરાતમાં સરકાર બનાવી રહી છે. ગત 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. અને આવનારા 5 વર્ષોમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર યથાવત રહેશે તેવી સંભાવના છે. ત્યારે આ ચૂંટણીમાં 12 નવા ચહેરાઓ પણ કેબિનેટ મંત્રી તરીકે જોડાય તેવી સંભાવના છે. કારણ કે ચૂંટણીમાં ભાજપના 7 જેવા કેબિનેટ મંત્રીઓની હાર થઇ છે. તેની જગ્યાએ ઓબીસી કે પટેલ નવા નેતા ઉમેરાય તેવી વીકી છે.

vijay and nitin

બીજી તરફ વિજય રૂપાણીની શપથ ગ્રહણ પહેલા જ કાર્યક્રમની તૈયારી કરી રહેલા સ્થળે 1 મજૂરની મોત થઇ ગઇ છે. ગાંધીનગર સચિવાલયના હેલીપેડ ગ્રાન્ડ પર શપથ વિધિ માટે પંડાલ નિર્માણ થઇ રહ્યો હતો. ત્યારે મજૂરની છત પરથી પડીને મોત થઇ છે. જ્યારે બીજા બેની હાલત નાજૂક છે. આ મજૂરોની હાલ સારવાર ચાલી રહી છે. સાથે જ નાયબ મુખ્યમંત્રી તરીકે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેવા નીતિન પટેલ પણ આજે ગુપ્ત શપથવિધિ લેશે. આ પહેલા નીતિન પટેલ અને વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લઇને તેમના આશીર્વાદ લીધા હતા. આમ ફરી એક વાર ગુજરાતમાં ભાજપના વિજય રૂપાણી અને નીતિન પટેલના હાથમાં સત્તા આવશે.

English summary
Vijay Rupani oath ceremony as Gujarat chief minister today, PM Modi, CMs of NDA-ruled states attends.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.