સ્વાઇન ફ્લૂ વકરતા, મુખ્યંમંત્રી 4 શહેરોમાં જઇ કરશે જાત તપાસ

Subscribe to Oneindia News

રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. અત્યારે સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યું આંક 220 થઇ ગયો છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે રાજ્યના ચાર મુખ્ય શહેરોના હોસ્પિટલની મુલાકાત લેશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરની મુલાકાત લઈ તેઓ સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ અંગેની માહિતી મેળવશે. ગુજરાતમાં સ્વાઈનફ્લૂના કારણે મૃત્યુઆંક વધતા આરોગ્ય તંત્ર અને સરકાર બંન્ને હરકતમાં આવી ગઈ છે. તેમ છતાં સ્થિતિ પર કાબુમાં લાવી શકી નથી. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે પણ રૂપાણી સરકારની સ્વાઈન ફ્લૂ પર કાબુ ન મેળવવાને કારણે જાટકણી કાઢી હતી.

vijay rupani

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં સ્વાઇનફ્લૂના 2095 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 220 લોકોના સ્વાઈનફ્લુની બીમારીથી મૃત્યુ પામ્યા છે. બુધવારે એક જ દિવસમાં અમદાવાદ શહેરના 91 સહિત 212 કેસ નોંધાયા હતા અને 12ના મૃત્યુ થયા હતા. આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ હાઇકોર્ટની ફટકાર બાદ સ્વાઇન ફ્લૂના આંકડા રજૂ હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કુલ 5 કરોડ લોકોનો સર્વે કરવામાં આવશે. હાલમાં 4 કરોડ લોકોની ચકાસણી પૂર્ણ થઇ ગઇ છે. અને અત્યાર સુધીમાં 746 દર્દીઓની હાલતમાં સુધાર પણ થયો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સીએમ રૂપાણી તમામ મહત્વના મુદ્દાઓમાં જાત તપાસ કરી ખાતરી કરી રહ્યા છે. બનાસકાંઠા બાદ સ્વાઇન ફ્લૂમાં સીએમ જાતે તપાસ કરી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરશે.

English summary
Vijay Rupani will visit swine flu patients of four major cities of Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.