વિક્રમ ઠાકોર રાજનીતિમાં આવશે કે કેમ? જાણો શું કહ્યું?
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હાલમાં જ અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજકારણમાં પ્રવેશ અંગે મોટો ખુલાસો કર્યો હતો.
નવા વર્ષ નિમિત્તે માઁ અંબાના દર્શન કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા અને ચાહકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ચાહકોનું મોટું ટોળું ઉમટી પડ્યું હતું.

વર્ષ 2027ની ચૂંટણી લડવા અંગે પૂછાયેલા પ્રશ્ન પર વિક્રમ ઠાકોરે સૂચક સ્મિત આપ્યુ ઘણી અટકળોને જન્મ આપ્યો છે. ચૂંટણી લડવા બાબતે મૌન તોડતા તેમણે મીડિયાને જણાવ્યું કે, માતાજીની જેવી ઈચ્છા હશે, તે પ્રમાણે જ આગળ વધીશું. હાલ હું એ બાબતે કહી ન કહી શકું. આ નિવેદનથી તેમના રાજકીય ભવિષ્ય અંગે સસ્પેન્સ યથાવત રહ્યું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વિક્રમ ઠાકોરના રાજકારણમાં જોડાવા અંગે અનેક અટકળો હતી. ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમને પક્ષમાં જોડાવા માટે ઓફર કરવામાં આવી હતી. તે સમયે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ.
આગળ કહ્યું હતું કે, મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.












Click it and Unblock the Notifications
