Visnagar gangrape : વિસનગર ગેંગરેપની ઘટના પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ શું બોલ્યા?
Visnagar gangrape : વિસનગર શહેરમાં બનેલી સામૂહિક દુષ્કર્મની સનસનીખેજ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશનો માહોલ છે. ન્યાયની માગ સાથે સ્થાનિકો દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.
આ ગંભીર ઘટના બાદ રાજ્યના આરોગ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ પણ તાત્કાલિક વિસનગરની મુલાકાતે પહોંચ્યા હતા.

વિસનગર પહોંચીને મંત્રી ઋષિકેશ પટેલે પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વેપારી અગ્રણીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે આ શરમજનક ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને વિસનગર તેમજ સમગ્ર ગુજરાત માટે દુઃખદ ઘટના ગણાવી.
ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે.
આ ઘટનાના મૂળ સુધી પહોંચવા અને ભવિષ્યમાં આવા કૃત્યો અટકાવવા માટે મંત્રીએ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશો પણ આપ્યા હતા. તેમણે ગેરકાયદેસર ધમધમતા ગેસ્ટ હાઉસ પર તાત્કાલિક કાર્યવાહી કરવા અને તેમને બંધ કરાવવા માટે સૂચના આપી હતી.
આ ઉપરાંત ચેક પોઈન્ટ્સ પર પણ યોગ્ય અને સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરીને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તેના પર તુરંત પગલાં લેવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
