સ્વાગત કાર્યક્રમમાં CMને સવાલ કરવા છે? જાણો છેલ્લી તારીખ

Swagat program: રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત કાર્યક્રમ ચાલુ કર્યો છે. માહે- ફેબ્રુઆરી - 2024 માસમાં સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે.

ફેબ્રુઆરી 2024 માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ત્રીજા બુધવારે તારીખ 21 ફેબ્રુઆરી 2024ના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 22, ફેબ્રુઆરી 2024ને ચોથા ગુરૂવારનાં રોજ યોજાશે.

આ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો/રજૂઆતોનાં નિકાલ માટેની વિગતવાર અરજી, જરૂરી આધાર પુરાવાઓ સહિત અરજીઓ મારી અરજી તાલુકા સ્વાગત/જિલ્લા સ્વાગતમાં લેવી તેવા મથાળા હેઠળ તારીખ 10 ફેબ્રુઆરી સુધીમાં બિનચુક રજૂ કરવા વિનંતી છે.

Swagat program

ઉપરોક્ત અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ 21 ફેબ્રુઆરીને ત્રીજા બુધવારે જે-તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે 11 કલાકે યોજાશે, જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે.

તેઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ઉપરોક્ત અરજીઓ પૈકી જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ 22 ફેબ્રુઆરીને ચોથા ગુરૂવારે કલેક્ટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે 11 કલાકે યોજાશે. આ કામે જે તે અરજદારોને કલેક્ટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ કેસ/ સબ જ્યુડિસિયલ બાબતો/માહિતી અધિકારી હેઠળની અરજીઓ/ સેવાકીય બાબતો/ કોઇ ખાતાની નિમણુંકની બાબતો, સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ લેવામાં આવશે નહી, જેની સબંધકર્તાઓએ નોંધ લેવી. સ્વાગત કાર્યક્રમમાં અરજદાર બે થી વધુ પ્રશ્ન રજૂ કરી શકશે નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X