તસવીરોમાં જુઓ ઉમિયાધામનો લક્ષચંડી મહાયજ્ઞ, 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા
ઉંઝાઃ મહેસાણાના ઉંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલેલા આ યજ્ઞમાં 60 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. આ યજ્ઞના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને પગલે હાઈવે પર 5 કિમી સુધી વાહનોની લાઈનો જોવા મળી રહી છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ 800 વીઘામાં વસાવવામાં આવેલ અસ્થાયી ઉમિયાધામમાં એકત્રિત થયા. 800 વીઘામાંથી 25 વીઘામાં ભવ્ય યજ્ઞશાળા સ્થાપિત કરવામાં આવી હતી, જ્યાં ઉમિયા માતા વિરાજમાન હતાં.

800 વીઘામાં અસ્થાયી ઉમિયાધામ વસાવ્યું
સંવાદદાતા મુજબ લોકોની અનુકૂળતા માટે કુલ 500 વીઘા ક્ષેત્રમાં વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં આવતા શ્રદ્ધાળુઓને આરાધ્ય દેવી ઉમિયા માતાજીના દર્શનમાં અસુવિધા ના થાય, તે માટે 22 કલાક મંદિરના કપાટ ખુલ્લા રહ્યા.

60 કરોડથી વધુનું દાન મળ્યું
આયોજક અરવિંદ સોમાભાઈ પટેલે કહ્યું કે મહાયજ્ઞમાં 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા, જેમનાથી 60 કરોડથી વધુનું દાન મળ્યું. યજ્ઞના પ્રથમ દિવસે એટલે કે બુધવારે 1 લાખ 70 હજાર અને ગુરુવારે 2 લાખ 75 હજાર શ્રદ્ધાળુઓ બાળનગરીનો આનંદ ઉઠાવ્યો.

પાટીદાર સમાજના આરાધ્યાદેવી છે ઉમિયા માતા
ઉમિયા ધામ ગુજરાતના ઉંઝામાં આવેલ છે. ઉમિયા માતા કડવા પાટીદાર સમાજના આરાધ્યાદેવી છે. અહીં 5 દિવસ સુધી તેમનો મહાયજ્ઞ આકર્ષણનું કેન્દ્ર બન્યો રહ્યો. અહીં ઉંઝા એપીએમસીમાં ભક્તોને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી. યજ્ઞને પગલે વેપારીઓ તરફથી એપીએમસી બંધ રાખવામાં આવ્યું.

ભક્તોના ખોરાકથી લઈ રોકાવવા સુધીની વ્યવસ્થા
ભક્તોના ભોજનથી લઈ તેમના રોકાવવા સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલું જ નહિ જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા ના પહોંચી શકે તેમના માટે સોશિયલ મીડિયા પર યજ્ઞની ઝાંકીઓ અપલોડ કરવા સહિતની જવાબદારી અલગ-અલગ ટીમને સોંપવામાં આવી.