Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટના ભાદર-2 ડેમમાં પાણીની આવક ચાલુ, એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો અનામત!

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ હતા, પરંતુ હવે રાજ્યમાં વરસાદ શરૂ થતા આ ચિંતામ્ં ઘડાટો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી વરસાદના સમાચાર છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ હતા, પરંતુ હવે રાજ્યમાં વરસાદ શરૂ થતા આ ચિંતામાં ઘડાટો થઈ રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાંથી વરસાદના સમાચાર છે. રાજ્યમાં સારો વરસાદ શરૂ થતા હવે વિવિધ જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે. તળિયા ઝાટક થયેલા જળાશયોમાં પાણીની આવક શરૂ થતા હવે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

Bhadar-2 dam

રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલથી જ રાજકોટ જિલ્લામાં સારો વરસાદ છે. રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં એકંદરે સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે રાજકોટ જિલ્લાના મહત્વના ગણાતા ભાદર-2 ડેમમાં પાણીની આવક થઈ છે. ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમમાં હાલ 39 ટકા પાણીનો જથ્થો છે. આ જથ્થાને પીવા માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. ભાદર-2 ડેમમાં હાલ એક વર્ષ પીવા માટે ચાલે તેટલો પાણીનો જથ્થો અનામત છે.

ધોરાજી પાસે આવેલો ભાદર-2 ડેમ રાજકોટ જિલ્લાના મહત્વના ડેમમાંથી એક છે. આ ડેમ રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને માણાવદર તાલુકાના 42 ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. વચ્ચે એક તરફ વરસાદ ખેંચાતા અને બીજી તરફ આ ડેમમાં પાણીની સપાટી ઘટતા આ તાલુકાઓ માટે જળ સંકટના એંધાણ વર્તાયા હતા. પરંતું જો કે હવે વરસાદ શરૂ થતા ડેમમાં પાણીની આવક થતા આ તાલુકાઓની ચિંતા ઘટી છે.

બીજી તરફ રાજ્યમાં વરસાદની વાત કરીએ તો ગઈકાલથી રાજ્યના 207 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. સરદાર સરોવરના ઉપરવાસમાં પણ સારા વરસાદને પગલે હાલ સરદાર સરોવરની સપાટી પણ સતત વધી રહી છે. એક તરફ સારો વરસાદ અને બીજી તરફ સરદાર સરોવરની સપાટી વધતા હવે ખેડુતોમાં આનંદ છે.

હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગે 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ કેટલાક રાજ્યોમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે. ઉલ્લેખનિય છે કે 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ છે. વલસાડ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં સતત વરસાદ વર્ષી રહ્યો છે. આજ અને આવતીકાલે પણ વરસાદની આગાહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X