For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Forecast Today: ગુજરાત-મુંબઇમાં વરસાદનું અલર્ટ, સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

Weather Forecast Today: ગુજરાત-મુંબઇમાં વરસાદનું અલર્ટ, સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

|
Google Oneindia Gujarati News

ચોમાસાએ ગતિ પકડ્યા બાદ પણ ઉથ્તર ભારતમાં તાપમાન ઘટવાનું નામ નથી લઇ રહ્યું. કેટલાય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાને જોતા ભારતીય હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના કેટલાક જિલ્લામાં આગલા 24 કલાક સુધી લૂ એટલે કે ગરમ હવા (Heat Wave) ચાલવાની ચેતવણી આપવામાં આવી છે. અહીં સોમવારના દિવસનું મહત્તમ તાપમાન બીકાનેરમાં સૌથી વધુ 46.2ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

હવામાન વિભાગ મુજબ આ અઠવાડિયે ચોમાસાંની ગતિ ધીમી રહેશે. તેમ છતાં મુંબઇ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ કોંકણ અને મુંબઇમાં મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

એક તરફ હવામાન વિભાગે જણાવ્યું કે ચમાસું દક્ષણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્ર ક્ષેત્ર, દીવ અને અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો સહિત કાંદલા સુધી પહોંચી ગયું છે. ચોમાસાની પ્રગતિને કારણે સોમવારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હતો.

સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

આ દરમિયાન ગિર સોમનાથ જિલ્લામાં વીજળી પડવાથી સોમવારે 2 માછીમારો સહિત 3 લોકોના મોત થયાં છે. હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અનેદક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દૂરસ્થ ક્ષેત્રોમાં 18-19 જૂને ભારે વરસાદ થશે.

ચોમાસાની ગતિ ધીમી રહેશે

ચોમાસાની ગતિ ધીમી રહેશે

દક્ષિણ પશ્ચિમ મૉનસૂન કેરળમાં સામાન્ય તારીખ એક જૂન સુધી પહોંચી ગયું હતું, અરબી સમુદ્રમાં ઉંડા દબાણનું ક્ષેત્રબનવાથઈ આ બહુ તેજીથી આગળ વધ્યું અને ચક્રવાી તોફાન નિસર્ગમાં તબદીલ થઇ 3 જૂનેમહારાષ્ટ્રના તટે ટકરાયું હતું. હવે ચોમાસું આખા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તથા ગુજરાતનાકેટલાક ભાગોમાં છવાઇ ગયું છે. હવામાન વિભાગ મુજબ ઓછા દબાણનું ક્ષેત્ર કમજોર પડવાથી અઠવાડિયા માટે ચોમાસાની ગતિ પણ ધીમી રહેશે.

છત્તીસગઢમાં સારો વરસાદ

છત્તીસગઢમાં સારો વરસાદ

રાયપુર હવામાન વિભાગ કેન્દ્રના હવામાન વિત્રાની એચ પી ચંદ્રાએ ન્યૂજ એજન્સી પીટીઆઇને જણાવ્યું કે સામાન્ય રીતે છત્તીસગઢમાં જૂનના ત્રીજા અઠવાડિયે ચોમાસું આવે છે પરંતુ આ વખતે પહેલે અઠવાડિયે જ આવી ગયું. ગત બે દિવસ રાયપુર તથા કેટલાય અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો. પાછલા અઠવાડિયે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થયો હતો અને એક પખવાડિયા સુધી 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન બની રહ્યું હતું.

રાજસ્થઆનમાં આગ વરસી રહી છે

રાજસ્થઆનમાં આગ વરસી રહી છે

સોમવારે રાજસ્થાન તાપમાં ધગતું રહ્યું હતું. બીકાનેરમાં મહત્તમ તાપમાન 46.2 ડિગ્રી, બાડમેરમાં 45.3 ડિગ્રી, શ્રીગંગાનગરમાં 45 ડિગ્રી, જેસલમેરમાં 44.8 ડિગ્રી, ચુરુમાં 44.5 ડિગ્રી, જોધપુરમાં 43.4 ડિગ્રી, અજમેરમાં 41 ડિગ્રી, જયપુરમાં 41.9 ડિગ્રી અને કોટામાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન હિટ વેવની આગાહી છે.

India- Nepal: ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદ નક્કી કરતા પિલર ગાયબ, SSBએ પેટ્રોલિંગ વધાર્યુંIndia- Nepal: ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદ નક્કી કરતા પિલર ગાયબ, SSBએ પેટ્રોલિંગ વધાર્યું

English summary
weather forecast today: heavy rain alert in remote area of saurashtra on 18 and 19 june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X