Gujarat Weather: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

જાણો કયાં અપાયું વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો કયાં અપાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, દાહોદ, આણંદ, મહિસાગર, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં વરસાદની જમાવટ યથાવત રહેશે
કચ્છ અને મોરબીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દરિયાઈકાંઠે પવનની ગતિ વધુ રહેશે જેના કારણે માછીમારોને 2 દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ પસાર થતા પડશે ભારે વરસાદ. આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આજે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર આ 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
