હવામાન સમાચાર : ગુજરાતમાં આ તારીખોમાં પડશે ભારે વરસાદ

Posted By:
Subscribe to Oneindia News

હવામાન ખાતાએ આગામી દિવસોમાં ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ શુક્રવારથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે જેમાં દક્ષિણ ગુજરાત સમેત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળશે. 13 જુલાઇથી 14 જુલાઇ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. તો 14 જુલાઇથી 16 જુલાઇની વચ્ચે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દીવ વિસ્તારમાં વરસાદ સારા પ્રમાણમાં પડશે.

rain

ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસથી ઉત્તર ભારત તરફ અપર એર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાવાના કારણે લો પ્રેશરના લીધે ભારે વરસાદની સંભાવના રહેલી છે. વધુમાં 13 થી 14 જુલાઇની વચ્ચે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, પાલનપુર તરફ ભારે વરસાદની સંભાવના વધુ રહેલી છે. તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. તો બીજી તરફ ખેડૂતો પણ આ ચોમાસામાં વાવણી માટે સારા વરસાદની આસ રાખીને બેઠા છે.

English summary
Weather report : heavy rain in Gujarat between 13 to 16th July. Read here more.
Please Wait while comments are loading...