ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ, ખેડૂતોની મુશ્કેલી વધારશે

Subscribe to Oneindia News

ઉત્તરભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બે દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વાવાઝોડાના સાથે વરસાદ પડ્યો હતો. જેમાં એકનું મોત પણ નીપજ્યું હતું. અને ખેડૂતોના બહાર પડેલ પાકને નુકશાન પણ થયું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.

rain

રાજ્યમાં દક્ષીણ -પશ્ચિમના પવન ફૂંકતા ગરમીના પારામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાન મુજબ ઉત્તર ભારતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી. અને આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવે ૯ એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનો પારો ફરી પકડશે તેવું પણ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

English summary
Weather report : Unseasonal rain in another 24 hours. Read more on it here.
Please Wait while comments are loading...