Weather Update : વલસાડ અને કચ્છ સહિત રાજ્યમાં ભારે વરસાદ, જાણો મોન્સુન અપડેટ
Weather Update : રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. જેમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જે કારણે પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી રહી છે. આવા જ દ્રશ્યો વલસાડમાં જોવા મળી રહ્યા છે, જેમાં વાપીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા છે.
પાણી ભરાઇ જવાને કારણે હરિયા પાર્ક વિસ્તારમાં પાણી ભરાઇ જવાને કારણે શાળાના બાળકો અને રહિશોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાપીમાં 24 કલાકમાં 70 mm જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી દમણગંગા નદી ઓવરફ્લો થઈ ગઈ છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે વલસાડ શહેરના છીપવાડ વિસ્તારના અંડરપાસ અને મોગરાવાડી વિસ્તારના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે.
વલસાડના છીપવાડ વિસ્તારનો અંડરપાસ કે જેનો ઉપયોગ વલસાડથી 40 ગામડાઓમાં અવરજવર માટે થાય છે, પરંતુ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને કેટલાય કિલોમીટર ચાલીને જવું પડે છે.
જેના કારણે અનેક લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને અંડરપાસ ક્રોસ કરી રહ્યા છે. બીજી તરફ વલસાડમાં ભારે વરસાદને કારણે અંડરપાસ સંપૂર્ણ ભરાઈ ગયો છે, તેમ છતાં ક્રોસ કરવા નીકળેલા ટ્રેક્ટર અને વાન ફસાઈ ગયા હતા.
આ સાથે જ માલપુર નગરમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. નિચન વાડા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. લુણાવાડા રોડ પરની દુકાનોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત કચ્છના અબડાસા તાલુકામાં ભારે વરસાદને કારણે પુલનું ડાયવર્ઝન તૂટી ગયું હતું.
આજે ભારે વરસાદના કારણે પુલનું ડાયવર્ઝન તૂટી જતાં બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. આજે નદી પાર કરવાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો જીવના જોખમે જેસીબીની મદદથી રસ્તો ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
