Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રાવણ સુકો સમેટાયો શું ભાદરવો ભીંજવશે? જાણો ગુજરાત હવામાન વિભાગની આગાહી

સમગ્ર રાજ્યમાં શ્રાવણ મહિનામાં માત્ર અઢી ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. આ સાથે સમગ્ર રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદની ઘટ છે. તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા 7થી 9 સપ્ટેમ્બર સુધીમાં સારો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે.

સમગ્ર રાજ્યમાં શ્રાવણ મહિનામાં માત્ર અઢી ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. આ સાથે સમગ્ર રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદની ઘટ છે. તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા 7થી 9 સપ્ટેમ્બર સુધીમાં સારો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા દોઢ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સેલવાસ અને ખાનવેલમાં 30 MM વરસાદ નોંધાયો છે. કડાણા, ઉકાઈ, અંકલેશ્વર, જોટાણા, માંડવી, જામનગર, ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં 10 MM વરસાદ નોંધાયો છે.

Weather Updates

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો પણ નોંધાયો છે.

Weather Updates

ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ સોમવારના રોજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મંગળવારના રોજ રાજ્યના દક્ષિણ ભાગ એટલે કે, વલસાડ, સુરત, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે, જેમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થાય તેવા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ગાજવીજ સાથે ગાજવીજ વરસાદ થશે, તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાં, સાબરકાંઠા અને ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા તેમજ છોટા ઉદેપુરમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Weather Updates

8 અને 9 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગરમાં કડાકાભાડાકા સાથે વરસાદ થશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહિતના જીલ્લામાં પણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત તેમજ તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે IMD એ તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે, આજે પણ રાજધાની અને NCR માં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 4 દિવસ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદની સંભાવના છે. જો કે, આ વખતે ભારે વરસાદ નહીં પરંતુ સામાન્ય વરસાદ ચોક્કસપણે પડે તેવી શક્યતા છે. આ આગાહી મુજબ, 6-7 સપ્ટેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ અને 7-8 સપ્ટેમ્બરે મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદની મોસમ આગામી 4 દિવસ સુધી ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સમગ્ર ચોમાસાની ઋતુમાં 980 મીમી વરસાદ થયો હતો, જે સામાન્ય કરતા 50 ટકા વધારે છે.

Weather Updates

આગામી થોડા કલાકોમાં વાદળો વરસશે

India Meteorological Department કહ્યું છે કે, આગામી 2 કલાક દરમિયાન પશ્ચિમ દિલ્હી (પશ્ચિમ વિહાર) પર અલગ અલગ સ્થળોએ હળવા તીવ્રતાના વરસાદની સંભાવના છે. જ્યારે પાણીપત (હરિયાણા), સાદુલપુર, બાયના (રાજસ્થાન)માં વરસાદની સંભાવના છે. તો એનસીઆર (ફરીદાબાદ, છાપરાલા, ગાઝિયાબાદ, દાદરી), ગોહાણા, ઈટાહ, જટારીમાં ઝરમર વરસાદની સંભાવના છે.

4 દિવસ માટે અપાયું એલર્ટ

  • સપ્ટેમ્બર 6 - વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ
  • 7 સપ્ટેમ્બર - છુટોછવાયા વરસાદ સાથે વાવાઝોડું
  • સપ્ટેમ્બર 8 - વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ
  • સપ્ટેમ્બર 9 - વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ
  • સપ્ટેમ્બર 10 - વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ
  • સપ્ટેમ્બર 11 - વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ

ચક્રવાતી પરિભ્રમણ

India Meteorological Department દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચક્રવાતી પરિભ્રમણને કારણે, બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા રચાય છે, જેના કારણે ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. માત્ર દિલ્હી જ નહીં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ અને જમ્મુ ક્ષેત્ર અને પૂર્વ રાજસ્થાનમાં 07 થી 09 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર -પશ્ચિમ ભારતમાં હળવા વરસાદની સંભાવના છે.

Weather Updates

આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડશે

આ સાથે સ્કાયમેટે કહ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, યુપી, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે અને તેથી અહીં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X