મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે 4 જોડી સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું, જાણો સમય અને રૂટ

Railway News: મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર જૂનાગઢ અને વેરાવળ ખાતે ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે રેલવે વિભાગ દ્વારા 4 જોડી 'મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ' ટ્રેનો દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે અનારક્ષિત (Unreserved) કેટેગરીમાં દોડશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમયપત્રકની ખાતરી કરી લે અને સ્ટેશન પર સ્વચ્છતા જાળવવામાં રેલવે તંત્રને સહયોગ આપે.

Railway News

મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેનોનું વિગતવાર શિડ્યુલ

1. રાજકોટ-વેરાવળ-રાજકોટ (ટ્રેન નં. 09513/09514)

  • સમય: ટ્રેન નં. 09513- રાજકોટથી સવારે 06:55 કલાકે ઉપડી 10:55 કલાકે વેરાવળ પહોંચશે. ટ્રેન નં. 09514- પરતમાં વેરાવળથી બપોરે 15:20 કલાકે ઉપડી રાત્રે 20:00 કલાકે રાજકોટ પહોંચશે.
  • રૂટ: આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશને ઉભી રહેશે.
  • ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.

2. ભાવનગર-વેરાવળ-ભાવનગર (ટ્રેન નં. 09581/09582)

  • સમય: ટ્રેન નં. 09581- વેરાવળથી સવારે 06:50 કલાકે ઉપડી બપોરે 14:00 કલાકે ભાવનગર પહોંચશે. ટ્રેન નં. 09582- પરતમાં ભાવનગરથી બપોરે 14:50 કલાકે ઉપડી રાત્રે 21:35 કલાકે વેરાવળ પહોંચશે.
  • રૂટ: કેશોદ, જૂનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા અને સિહોર ખાતે સ્ટોપેજ રહેશે.
  • ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.

3. વેરાવળ-ગાંધીગ્રામ (અમદાવાદ)-વેરાવળ (ટ્રેન નં. 09584/09583)

  • સમય: ટ્રેન નં. 09584- વેરાવળથી સવારે 04:00 કલાકે ઉપડી બપોરે 12:00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નં. 09583-પરતમાં ગાંધીગ્રામથી બપોરે 13:00 કલાકે ઉપડી રાત્રે 21:00 કલાકે વેરાવળ પહોંચશે.
  • રૂટ: આ ટ્રેન બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સહિતના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે.
  • ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.

4. વેરાવળ-જૂનાગઢ-વેરાવળ (મીટર ગેજ) (ટ્રેન નં. 09591/09592)

  • સમય: ટ્રેન નં. 09591- વેરાવળથી સવારે 09:15 કલાકે ઉપડી બપોરે 13:00 કલાકે જૂનાગઢ પહોંચશે. ટ્રેન નં. 09592- પરતમાં જૂનાગઢથી બપોરે 13:25 કલાકે ઉપડી સાંજે 17:05 કલાકે વેરાવળ પહોંચશે.
  • રૂટ: સવની, તાલાળા, સાસણ ગીર, સતાધાર, વિસાવદર અને બિલખા જેવા સ્ટેશનોને આવરી લેશે.
  • ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X