For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કોરોનાની ત્રીજી લહેર નથી તો શું છે? ગુજરાતમાં નવા કેસનો આંકડો 548 પર પહોંચ્યો!

કોરોનાના લાંબા વિરામ બાદ હવે લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. દુનિયા અને દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે ભયનો માહોલ છે ત્યારે નવા કેસ પણ સતત વધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : કોરોનાના લાંબા વિરામ બાદ હવે લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. દુનિયા અને દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે ભયનો માહોલ છે ત્યારે નવા કેસ પણ સતત વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં પણ કોરોનાની ત્રીજી લહેરની સત્તાવાર શરૂઆત થઈ ગઈ હોય તેવા આંકડા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં રોકેટ ઝડપે આંકડા વધી રહ્યાં છે.

omicron

ગુજરાત રાજ્યના આંકડાઓ પર નજર કરીએ તો આજે નવા 548 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયુ છે. રાજ્યમાં સાડા છ મહિના બાદ કોરોનાના આટલા મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. આ પહેલા રાજ્યમાં 14 જુન બાદ આજે ફરીથી 400 થી વધારે કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં આજે 65 દર્દીઓ સારા થઈને ઘરે પરત ફર્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 1902 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે અને 1891 દર્દીઓની હાલત સ્થિર છે.

વિગતવાર આંકડાની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 265, સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદમાં 23, ખેડામાં 21, રાજકોટ શહેરમાં 20, અમદાવાદ જિલ્લામાં 13, કચ્છમાં 13, વલસાડમાં 9, સુરત જિલ્લામાં 8, મોરબીમાં 7, નવસારીમાં 7, રાજકોટ જિલ્લામાં 7, ભરુચમાં 6, ગાંધીનગરમાં 6, ભાવનગર શહેરમાં 5, વડોદરામાં 5, જામનગર શહેરમાં 3, મહીસાગરમાં 3, મહેસાણામાં 3, સાબરકાંઠામાં 3, સુરેન્દ્રનગરમાં 3, અરવલ્લીમાં 2, બનાસકાંઠામાં 2, ગાંધીનગર શહેરમાં 2, જામનગર જિલ્લામાં 2, અમરેલી, ભાવનગર, નર્મદા અને પંચમહાલમાં 1 કેસ નોંધાયા છે.

ઓમિક્રોનની વાત કરીએ તો આજે રાજ્યમાં 19 ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ કેસમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 કેસ, સુરત શહેરમાં, 6 વડોદરા શહેરમાં 3 અને આણંદમાં 2 કેસ નોંધાયા છે. કુલ આંકડાની વાત કરીએ તો અત્યારસુધીમાં 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

English summary
What if this is not the third wave of the corona? Number of new cases in Gujarat reaches 548!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X