વિધાનસભામાંથી વિપક્ષની વોક આઉટ નીતિથી સરકારને કેટલો ફાયદો?
વિધાનસભાના સત્ર દરમિયાન સામાન્ય રીતે વિપક્ષે વિવિધ સવાલો અને માહિતીસભર દલીલો થકી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવાનો હોય છે. વિપક્ષ તરીકે લોકોના અવાજને ગૃહ સમક્ષ ઉઠાવી તેના પર ચર્ચા કરવા મજબૂર કરવાની હોય છે.
વિધાનસભાના સત્ર દરમિયાન સામાન્ય રીતે વિપક્ષે વિવિધ સવાલો અને માહિતીસભર દલીલો થકી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવાનો હોય છે. વિપક્ષ તરીકે લોકોના અવાજને ગૃહ સમક્ષ ઉઠાવી તેના પર ચર્ચા કરવા મજબૂર કરવાની હોય છે. ગૃહની ચર્ચા રેકર્ડ પર આવે અને નિયમાનુસાર વિધાનસભાની કાર્યવાહી થાય તે અનુસરવાની વિપક્ષની પણ ફરજ છે. પરંતું, છેલ્લે નરેન્દ્ર મોદીના શાસન બાદ રાજ્યમાં ઘણો બદલાવ આવી ગયો છે. શાસક પક્ષ તો મનમાની કરતો થઇ ગયો છે. પરંતું, વિપક્ષ પણ તાબાની ભૂમિકામાં હોય તેમ સરકારને પરોક્ષ સહકાર આપતો થઇ ગયો છે.

વિધાનસભા ગૃહની કાર્યવાહી ચલાવવા માટેના સચોટ નિયમો છે. ગૃહમાં થયેલી ચર્ચા અને રજૂ થયેલ દસ્તાવેજો રેકર્ડ પર રહેતાં હોય છે. જે, ખુબ આવશ્યક છે. પરંતું, વિપક્ષ કોંગ્રેસ ક્યારેક મહત્વના બીલો પાસ કરવાનાં હોય ત્યારે, સામૂહિક વોક આઉટ કરી સરકારના ઇરાદાને ખુલ્લા પાડવાથી બચાવી સેઇફ પેસેજ આપે છે.
વિપક્ષની હાજરી ખરેખર ગૃહમાં હોવી જરૂરી છે, કાર્યપ્રણાલી પ્રમાણે વિપક્ષના જે ધારાસભ્યો વિવિધ પ્રશ્નો ઉઠાવે કે ચર્ચા કરે તે સરકારની નીતિઓ અને ઇરાદા સ્પષ્ટ કરતાં હોય છે. પરંતું, કોંગ્રેસ મુદ્દા પર ચર્ચા કરવા કરતાં બે મીનિટના મીડિયા માઇલેજ લેવા માટે વોક આઉટ કરવાનું કે અનાવશ્યક હોબાળો સર્જી ગૃહનો સમય વેડફવાનું પણ કામ કરે છે. ગુજરાત વિધાનસભાના છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં કોંગ્રેસના સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા કરતાં ગૃહની ગરિમા ભંગ કરી સસ્પેન્ડ થવાનું કે વોક આઉટ કરી હોબાળો સર્જી ગૃહ શાસક પક્ષને તાબે કરવાનું કામ કરી વ્યૂહાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવામાં પણ કોંગ્રેસ ઉણો ઉતર્યો છે.












Click it and Unblock the Notifications
