ક્યારેક હૉટ સીટ ગણાતી હતી ગાંધીનગર બેઠક

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 એપ્રિલઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાં અત્યારસુધી જો કોઇ બેઠક હૉટ સીટ હતી તો એ હતી ગાંધીનગર. આ એ જ બેઠક છે, જ્યાંથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડી રહ્યાં છે. આ વખતે તેમને કોંગ્રસ અને આમ આદમી તરફથી પડકાર મળી રહ્યો છે. કોંગ્રેસ તરફથી કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી તરફથી ઋતુરાજ મહેતાને ટિકિટ આપવામાં આવી છે. જો કે આ બેઠક હવે પહેલાં જેવી હૉટ સીટ રહી નથી, જેનું ઉદાહરણ અડવાણી સામે કોંગ્રેસ દ્વારા ઉભા રાખવામાં આવેલા કિરીટ પટેલ છે.

ગાંધીનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો 1989થી કબજો છે. છેલ્લી સાત ચૂંટણીથી આ બેઠક પર કોંગ્રેસ જીત મેળવવા પ્રયાસ કરી રહી છે અને આ માટે પાર્ટીએ પોતાના દબદબાવાળા નેતાઓથી લઇને સ્વચ્છ છબી અને કડક અનુશાસનવાળા પોલીસ અધિકારી પીકે દત્તા તથા ટી.એન. શેષાણ તથા અભિનેતા રાજેશ ખન્નાને પણ ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ભાજપ પાસેથી આ બેઠક છીનવવામાં તે નિષ્ફળ રહી હતી. 2009ની વાત કરવામાં આવે તો ભાજપ પાસેથી આ બેઠક છીનવવાનો પ્રયાસ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ તથા જાણીતી નૃત્યાંગના મૃણાલિની સારાભાની પુત્રી અને નૃત્યાંગના મલ્લિકા સારાભાઇએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તે પણ લાલકૃષ્ણ અડવાણીને હરાવી શક્યા નહોતા.

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઇતિહાસ અંગે વાત કરીએ તો 1967ની લોકસભા ચૂંટણીમાં અસ્તિત્વમાં આવી અને ત્યારથી લઇને અહીં મતદાતાઓએ 12 પ્રતિનિધિઓને લોકસભામાં મોકલ્યા છે. પ્રારંભમાં આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ 1989થી આ બેઠક ભાજપનો ગઢ બની ગઇ છે. આ ચૂંટણીમાં એ સમયના ભાજપના નેતા શંકરસિંહ વાઘેલા(હાલ કોંગ્રેસમાં છે) તેમણે કોંગ્રેસના કોકિલા બેન વ્યાસને હરાવ્યા હતા. વાઘેલાએ અપાવેલી જીત બાદ ભાજપે ક્યારેય પાછળ વળીને જોયું નથી. એટલે સુધી કે આ બેઠખ લાલકૃષ્ણ અડવાણીની સેફ સીટ બની ગઇ. અડવાણી પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડતા હતા, પરંતુ જ્યારે 1991માં રાજેશ ખન્નાએ તેમને ત્યાં ચૂંટણી આપી તો, અડવાણીએ પહેલીવાર ગાંધીનગરનો માર્ગ અપનાવ્યો. ચાલો આ બેઠક સાથે જોડાયેલી અન્ય બાબતો પર તસવીરો થકી પ્રકાશ પાડીએ.

કોણે કોણે આપે હતી ટક્કર

કોણે કોણે આપે હતી ટક્કર

1998માં અડવાણીએ ફરી આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને અડવાણીને ઘેરવા માટે કોંગ્રેસે પૂર્વ પોલીસ ડીજી, પૂર્વ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોતાની કડક મિજાજ માટે જાણીતા પી.કે. દત્તાને મેદાનમાં ઉતાર્યા, પરંતુ એ વખતે પણ આ બેઠક ભાજપના હાથામાં જ રહી. 1999માં કોંગ્રેસે ફરી એ જાણીતો ચહેરો અડવાણી સામે ઉતાર્યો. ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી સામે ટી.એન. શેષાન ચૂંટણી લડી, જોકે જનતા અડવાણીની સાથે રહી હતી. 2004માં ગાભાજી ઠાકોર પણ અડવાણી સામે નિષ્ફળ રહ્યાં હતા અને 2009માં અપક્ષ તરીકે મલ્લિકા સારાભાઇએ ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો પણ પરાજય થયો હતો. આ વખતે કોંગ્રેસે અડવાણી સામે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે.

વાજપાયી પણ લડી ચૂક્યા છે આ બેઠક પરથી

વાજપાયી પણ લડી ચૂક્યા છે આ બેઠક પરથી

1996માં હવાલા કાંડમાં અડવાણીનું નામ ઉછળતા તેઓ ચૂંટણી મેદાનમાં આવ્યા નહીં, જેના કારણે આ બેઠક પર અટલ બિહારી વાજપાયીને ઉમેદવાર બનાવવામાં આવ્યા. વાજપાયી લખનઉ અને ગાંધીનગર બન્ને બેઠક પરથી ચૂંટણી લડ્યા. બાદમાં વાજપાયીએ ગાંધીનગર બેઠક પરથી રાજીનામું આપી દીધું. આ બેઠક ખાલી પડતાં પેટા ચૂંટણીમાં ભાજપે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હરિશચંદ્ર પટેલના પુત્ર વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા, કોંગ્રેસને લાગ્યું કે વિજય પટેલ નબળા ઉમેદવાર છે તેથી તેણે રાજેશ ખન્નાને મેદાનમા ઉતાર્યા, પરંતુ તેઓ પણ હારી ગયા, ત્યારે સાબિત થયું કે ગાંધીનગર ભાજપનું ગઢ છે અને અહીં પાર્ટીના નામથી ઉમેદવાર જીતી જાય છે.

આ રીતે બન્યુ સંસદીય ક્ષેત્ર

આ રીતે બન્યુ સંસદીય ક્ષેત્ર

ગાંધીનગર સંસદીય ક્ષેત્ર અમદાવાદ જિલ્લાના અતંર્ગત પણ આવે છે. પુનર્સીમાંકન બાદ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બેઠક છે, જ્યારે અમદાવાદ જિલ્લાની સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકો છે.

આ વખતની ચૂંટણીના ઉમેદવારો

આ વખતની ચૂંટણીના ઉમેદવારો

આ વખતની ચૂંટણીના ઉમેદવારની વાત કરવામાં આવે તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પહેલા આ બેઠક પરથી ચૂંટણી લડવા માગતા નહોતા, પરંતુ બાદમાં તેઓ માની ગયા છે, જ્યારે કોંગ્રેસ તરફથી તેમની સામે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. કિરીટ પટેલની વાત કરવામાં આવે તો તેઓ 1995થી 1998ના સમયગાળા દરમિયાન વિસનગર બેઠક પરથી વિધાનસભામાં ધારાસભ્ય હતા. પરંતુ ઇતિહાસ અને મોદીની લહેર જોતા અડવાણી સામે કિરીટ પટેલ ટકી શકે તેમ જણાતું નથી.

ચૂંટણી પરિણામ પર એક નજર

ચૂંટણી પરિણામ પર એક નજર

1967
કોંગ્રેસઃ-એસએમ સોલંકી-156148
આરપીઆઇઃ- કેયુ પરમાર-126308
તફાવતઃ-29840

1971
એનસીઓઃ- સોમચંદભાઇ સોલંકી- 139417
કોંગ્રેસઃ- નરેશ મકવાણા- 135915
તફાવતઃ- 3502

1977
બીએલડીઃ-પુરષોત્તમ માવલંકર- 221967
કોંગ્રેસઃ- ગોવિંદ સી. પટેલ- 161850
તફાવતઃ- 60117

ચૂંટણી પરિણામ પર એક નજર

ચૂંટણી પરિણામ પર એક નજર

1980
કોંગ્રેસઃ- અમૃત પટેલ- 241694
જનતાપાર્ટીઃ- પુરષોત્તમ માવલંકર- 192477
તફાવતઃ- 49217

1984
કોંગ્રેસઃ- જીઆઇ પટેલ- 250126
જનતા પાર્ટીઃ- ઇન્દુભાઇ પટેલ- 247372
તફાવતઃ- 2754

1989
ભાજપઃ- શંકરસિંહ વાઘેલા- 495383
કોંગ્રેસઃ- કોકિલા વ્યાસ- 226891
તફાવતઃ- 268492

ચૂંટણી પરિણામ પર એક નજર

ચૂંટણી પરિણામ પર એક નજર

1991
ભાજપઃ- લાલકૃષ્ણ અડવાણી- 356902
કોંગ્રેસઃ- જીઆઇ પટેલ- 231223
તફાવતઃ- 125679

1996
ભાજપઃ- અટલ બિહારી વાજપાયી-323583
કોંગ્રેસઃ- પોપટલાલ પટેલ-134711
તફાવતઃ- 188872

1996(પેટા ચૂંટણી)
ભાજપઃ- વિજય હરિશ્ચંદ્ર પટેલ- 258589
કોંગ્રેસઃ- રાજેશ ખન્ના-197425
તફાવતઃ- 456014

ચૂંટણી પરિણામ પર એક નજર

ચૂંટણી પરિણામ પર એક નજર

1998
ભાજપઃ- લાલ કૃષ્ણ અડવાણી- 541340
કોંગ્રેસઃ- પીકે દત્તા- 264639
તફાવતઃ- 276701

1999
ભાજપઃ- લાલકૃષ્ણ અડવાણી- 453229
કોંગ્રેસઃ- ટીએન શેષણ- 264285
તફાવતઃ- 188944

ચૂંટણી પરિણામ પર એક નજર

ચૂંટણી પરિણામ પર એક નજર

2004
ભાજપઃ- લાલકૃષ્ણ અડવાણી- 516120
કોંગ્રેસઃ- ગાભાજી ઠાકોર- 298982
તફાવતઃ- 217138

2009
ભાજપઃ- લાલકૃષ્ણ અડવાણી- 434044
કોંગ્રેસઃ- સુરેશ કુમાર ચતુરદાસ- 312297
તફાવતઃ- 746341

English summary
when Gandhinagar lok sabha seat was important for congress. bjp won this seat from 1989.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X