For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મુસ્લિમોની પહેલી પંસદ કોણ? જાણો શું કહે છે ABP-C Voter સર્વે?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે. એક તરફ બીજેપી ઈજ્જત બચાવવા મેદાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી સત્તા પરિવર્તન માટે મેદાને ઉતરી છે. કોંગ્રેસ પણ અહીં તેની બચેલી જમીન બચાવવા લડશે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે. એક તરફ બીજેપી ઈજ્જત બચાવવા મેદાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી સત્તા પરિવર્તન માટે મેદાને ઉતરી છે. કોંગ્રેસ પણ અહીં તેની બચેલી જમીન બચાવવા લડશે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે એ જાણવુ જરૂરી છે કે ગુજરાતના મુસ્લિમ વોટ રાજનીતિને કેટલી પ્રભાવી રીતે અસર કરે છે અને કઈ પાર્ટીને પસંદ કરે છે? લેટેસ્ટ એબીપી-સી વોટર સર્વેમાં આ આંકડા સામે આવ્યા છે.

ABP-C Vote survey

ગુજરાતની દરેક ચૂંટણીમાં મુસ્લિમ વોટ મોટો મુદ્દો હોય છે ત્યારે આ વખતે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ મેદાનમાં ઉતરી છે. ત્યારે હવે ઔવેસી કેટલા મુસ્લિમ વોટ મેળવશે તે પણ એક સવાલ છે.

લેટેસ્ટ એબીસી-સી વોટર સર્વે અનુસાર, ગુજરાતના 47 ટકા મુસ્લિમોએ કોંગ્રેસને પ્રથમ પસંદગી ગણાવી છે. જ્યારે 25 ટકા લોકોએ AAP અને 19 ટકા લોકોએ ભાજપને પસંદ કર્યુ છે. જ્યારે માત્ર 9 ટકા લોકો ઔવેસીની પાર્ટીને પસંદ કરી રહ્યા છે. આ સર્વેમાં વિવિધ સીટો પરના 2666 મુસ્લિમોના મંતવ્ય લેવાયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાંઆ વખતે પણ મુસ્લિમ વોટબેંકની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસથી લઈને AAPમાં મુસ્લિમ સમર્થક બનવાની સ્પર્ધામાં છે. આ બધા વચ્ચે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ પોતાને મુસ્લિમોના અસલી હમદર્દ ગણાવી રહ્યા છે.

English summary
Who is the first choice of Muslims in Gujarat? Know what the ABP-C Voter survey says?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X