For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ, કોણ જીતશે?

ગુજરાતના ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ, કોણ જીતશે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગાંધીનગરના 11 વૉર્ડમાં 162 ઉમેદવારોનાં ભાવિનો આજે ફેંસલો થશે.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા એ પછી પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી અને એથી ભાજપ માટે આ ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ ગાંધીનગરમાં રોડ શો યોજ્યા હતા, ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

મતદાર

ભાજપની સામે વિપક્ષ કૉંગ્રેસ તો મેદાનમાં છે, સાથે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણીમેદાનમાં છે અને એથી આ ત્રિપાંખિયો જંગ થયો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે મુલતવી રાખવામાં આવી હતી.

આ વર્ષે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતી હતી. ત્યારે હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમદેવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપ અને કૉંગ્રેસે તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

2016માં કૉંગ્રેસ અને ભાજપને એકસરખી બેઠકો મળી હતી. ત્રણ કૉંગ્રેસ કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપના હાથમાં કૉર્પોરેશનની સત્તા આવી હતી.


ત્રિપાંખિયો જંગ કોને ફળશે?

કોરોના ગાઇડલાઇન્સને ધ્યાનમાં લઈને વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીનગરમાં ગત રવિવારે મતદાન થયું હતું અને કોરોના ગાઇડલાઇન્સને ધ્યાનમાં લઈને વ્યવસ્થા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતી લાવે છે, એની પર સૌની નજર રહેશે. સાથે જ આ ચૂંટણી ભાજપના નવા મુખ્ય મંત્રી અને નવી કૅબિનેટ માટે પણ મહત્ત્વની છે.

રાજકીય વિશ્લેષકોનો મત છે કે આમ આદમી પાર્ટીના પ્રવેશથી ભાજપવિરોધી મતો કૉંગ્રેસ અને AAP વચ્ચે વહેંચાઈ જશે, જેનો લાભ ભાજપના થશે.

આખરે ત્રિપાંખિયો જંગ કોને ફળે છે, એ પરિણામ બાદ સ્પષ્ટ થશે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/p2cOYG3NQvk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Who will win gandhinagar MNC Election 2021?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X