મોરબી નગરપાલિકા સુપરસીડ શા માટે ન કરવી?-ગુજરાત સરકાર

ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટમાં ગોટાળાને કારણે નગરપાલિકા સતત શંકાના દાયરામાં છે ત્યારે હવે સરકારે નોટીસ મોકલી છે અને સુપર સીડ કેમ ન કરવી તે સવાલ કર્યો છે.

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સતત વિવાદોમાં રહેલી મોરબી નગરપાલિકાને હાઈકોર્ટમાંથી એક પછી એક ફટકાર મળી રહી છે ત્યારે હવે સરકારે પણ કડક શબ્દોમાં નોટીસ મોકલી છે. ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટમાં ગોટાળાને કારણે નગરપાલિકા સતત શંકાના દાયરામાં છે ત્યારે હવે સરકારે નોટીસ મોકલી છે અને સુપર સીડ કેમ ન કરવી તે સવાલ કર્યો છે.

morbi bridge collapse

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પુલના કોન્ટ્રાક્ટમાં મોટા ગોટાળા સામે આવ્યા હતા. આ મુદ્દે હાઈકોર્ટે મોરબી નગરપાલિકા અને સરકારને સખત સવાલો કર્યા છે ત્યારે હવે હાઈકોર્ટ બાદ સરકારે નગરપાલિકાને આ સવાલ કર્યો છે. સરકારના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાને કડક શબ્દોમાં નોટીસ મોકલી છે અને કારણ આપવા કહ્યું છે.

સરકારે નોટીસ પાઠવીને નગરપાલિકાને જવાબ આપવા કહ્યું છે. જો સરકારને નગરપાલિકા દ્વારા યોગ્ચ જવાબ આપવામાં નહીં આવે તો નગરપાલિકા સુપરસીડ કરાઈ શકે છે. આ સ્થિતીમાં ચુંટાયેલા તમામ 52 નગરસેવકોને ઘરભેગા થવાનો વારો આવશે. હવે આગળ નગરપાલિકા સરકારને શું જવાબ આપે છે તે જોવાનું રહેશે.

અહીં તમને જણાવી દઈએ કે ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને વૈશ્વિક મીડિયામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X