For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નો રિપિટ થિયરી અપનાવશે કે જુના જોગીઓના સહારે લડશે જંગ

ગુજરાતમાં ભાજપના એકહથ્થું શાસન સંભાળવા પાછળ અન્ય કારણોની સાથે ભાજપનો લોકલ નેતાગીરી બદલતા રહેવાની પોલીસી પણ ફાયદાકારક રહી છે. ઘણી વખત સ્થાનિક મતદારો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિની નિષ્ક્રિયતાના કારણે મતદારોના રોષનો ભોગ બનતો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભાજપના એકહથ્થું શાસન સંભાળવા પાછળ અન્ય કારણોની સાથે ભાજપનો લોકલ નેતાગીરી બદલતા રહેવાની પોલીસી પણ ફાયદાકારક રહી છે. ઘણી વખત સ્થાનિક મતદારો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિની નિષ્ક્રિયતાના કારણે મતદારોના રોષનો ભોગ બનતો હોય છે. ત્યારે, આ પ્રમાણે રોષનો ભોગ ન બનવું પડે તે માટે અન્ય ચહેરાને મેદાનમાં ઉતારી જુના જોગીઓને ટિકિટ આપવામાં આવતી હોય છે.

bjp

જુના જોગીઓને ટિકિટ કાપી અન્ય નવા ચહેરા ઉતારવાની બાબતમાં ભાજપ અગ્ર સ્થાને છે. કોંગ્રેસ પોતાના જુના નેતાઓ હારે કે જીતે તેમની ટિકિટ કન્ફર્મ મનાય છે. પરંતું, ભાજપમાં એવું નથી. ભાજપ કોઇ સબળ નેતાગીરી ઉભી થઇ હોય તો તેને પ્રાધાન્ય આપે છે. જેના કારણે એન્ટી ઇન્કમ્બન્સી કેટલી પણ કેમ ન હોય, નવા ચહેરા પર મતદારોનો ઝોક વધું હોય છે. અગાઉ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ચૂંટણી યોજાતી હતી ત્યારે, અનેક ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી હતી. આ વખતે તો, મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળ બદલી નાખ્યું અને તેનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સરકાર પર જે રીતે માછલાં ધોવાય તેમ હતાં તે નવી સરકાર બનવાના કારણે બચી ગયા છે.

ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ નો રિપિટ થિયરી લાવશે તેવું લાગી રહ્યું છે. તો, 80થી વધુ ધારાસભ્યો અને કેટલાક ચાલું મંત્રીઓની ટિકિટ કપાવાની શક્યતા છે. જો આ થાય તો, ભાજપમાં ભડકો થવાની સંભાવના નકારી શકાતી નથી. પરંતું, નવા ચહેરા ઉતારવાના કારણે ભાજપ મેનેજ કરી લે અને નવા ચહેરાઓ લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકે છે, તો ભાજપની સત્તા વાપસીની સંભાવના વધી શકે છે.

English summary
Will BJP adopt no repeat theory in Gujarat Assembly elections 2022 too?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X