For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજો મોરચો ભાજપ માટે ફાયદાકારક બની શકે છે !!

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. શિયાળાની ઋતુમાં પણ રાજકીય ગરમી જામી છે. ત્યારે, સત્તાધારી ભાજપ ફરીથી સત્તા ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે, કોંગ્રેસ સતાના વનવાસ માંથી પરત ફરવા માંગી રહી છે. જ્યારે, નવા ઉભરેલા આમ આદમી પાર્ટી માટે ભાજપને હટાવવા મેદાન તૈયાર કરવા મેદાન તૈયાર કરી રહી છે.

bjp

સામાન્ય રીતે, ભાજપ દર વખતે રાજ્યમાં સત્તાની વાપસી માટે મતદારોમાં વ્યાપ્ત એન્ટી ઇન્કમ્બન્સી મેનેજ કરવામાં અને પોતાની વોટબેંકને જાળવી રાખવામાં સફળ રહે છે. જેના કારણે દર વખતે ભાજપને જીતવામાં સફળ રહે છે. જ્યારે, ગત ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાની વોટબેંકમાં વધારો કરવામાં અસફળ રહેતી હોવાના કારણે સત્તાથી દૂર રહી છે.

2022ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે પડકારજનક એટલા માટે છે કે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ઉભો કરીને રાજકીય અપસેટ સર્જી દીધો છે. ભાજપ એન્ટી ઇન્કમ્બન્સી ટાળવા માટે આમ આદમી પાર્ટીને એક મહત્વના પ્લેટફોર્મ તરીકે જોઇ રહ્યુ છે. આ કારણે, ભાજપે શક્યતઃ નો રિપિટ થિયરી અપનાવી પણ છે. ત્યારે, જો આમ આદમી પાર્ટી ભાજપના નારાજ મતદારોને પોતાના તરફી ખેંચવામાં અને કોંગ્રેસ તરફી જતાં રોકવામાં સફળ થાય. ભાજપ પોતાના સ્થાપિત મતોને અંકે કરવામાં અને ઝકડી રાખવામાં સફળ થાય તો, ભાજપ પુનઃ વાપસી કરી શકે છે. પરંતું, જો પોતાના સ્થાપિત વોટમાં ગાબડું ઉભુ કરે અને કોંગ્રેસના સ્થાપિત વોટ મોટા પ્રમાણમાં પડાવી શકે તો ગુજરાતમાં મોટો રાજકીય ઉલટફેર પણ ઉભો કરી શકે છે.

English summary
will third front benefit to bjp in gujarat election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X