For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની ડિજિટલ ક્રાતિથી મહેસૂલ સેવાનો લાભ લોકો ઘરે બેઠા મેળવી શકે છે

i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ : વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકશે. નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ

|
Google Oneindia Gujarati News

i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ : વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકશે. નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ - પ્રિન્ટીંગ - ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટાઇઝેશન પણ કરવામા આવ્યુ છે.

Bhupendra Patel

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટુ કદમ ડિઝિટલ ઇન્ડિયા મુહિમ છે. જેના થકી પેપરલેસ ગવર્નન્સ અને નાગરિકોને જરૂરી સેવાઓ - સરકારી યોજનાઓના લાભો ઘરે બેઠા ઉપલબ્ધ થયા છે. ગુજરાત પણ ડિઝિટલ સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર રહ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસુલ ક્ષેત્રે વધુ પારદર્શકતા લાવવા માટે થયેલી ડિજિટલ ક્રાંતિ નાગરિકો ક્યારેય ભૂલી નહિ શકે.

રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. એટલુ જ નહિઓ, iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યુ છે. તે ઉપરાંત નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ - પ્રિન્ટીંગ - ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરી દઇ સેવાઓ વધુ સરળ બનાવી દેવામાં આવી છે.

ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા સ્કેન કરી વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. તેમજ હવે, અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં. - 6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

English summary
With the government's digital revolution, people can get the benefit of revenue service at home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X