સુરતઃ શરીર સંબંધ બાંધવાની ના પાડનાર મહિલાની હત્યા

પોલીસે ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરતા યુવકે જણાવ્યું હતું કે, મહિલા શરીર સંબંધ બાંધવા દેતી નહોતી તેથી તેણે તેની હત્યા કરી નાંખી હતી. આ બનાવ અંગે જાણવા મળેલી માહિતી અનુસાર કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં ટાંકી ફળિયામાં રહેતા રમણભાઇ છગનભાઇ રાઠોડની પુત્રી રંજનના લગ્ન વેંલજા ગામે ભીખા કાળુ રાઠોડ સાથે થયાં હતાં, પરંતુ રંજનબેનને પતિ સાથે ઝઘડો થતાં છેલ્લા 10 વર્ષથી તે પિયરમાં પિતા સાથે રહેતી હતી. ગામમાં જ પટેલ ફળિયામાં રહેતા કિશોર પટેલને ત્યાં મજૂરી કામ કરતા લક્ષ્મણ વસાવાના ભાણા સમીર વસાવા સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્ને સાથે રહેતા હતા.
જે દરમિયાન ગઇ કાલે સવારે 8 કલાકે રંજનબેન પાસોદરાના પટેલ ફળિયામાં કામ કરવા ગઇ હતી , જ્યારે સમીર ખેત મજૂરી કરવા માટે કામરેજ ચાર રસ્તા ખાતે ગયો હતો. 11 વાગ્યે રંજનબેનની નાની પુત્રી રોશનીએ રમણભાઇને જાણ કરી હતી કે તેની માતાને ગળાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી ઇજા કરવામાં આવી છે. રમણભાઇએ ત્યાં જઇને જોયું તો રંજનબેનની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી.












Click it and Unblock the Notifications
