For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓની સુરક્ષા ગુજરાત સરકારની પ્રાથમિકતા, 181 અભ્યમ્ હેલ્પલાઇન બની આશાની કિરણ

મહિલાઓની સુરક્ષા ગુજરાત સરકારની પ્રાથમિકતા, 181 અભ્યમ્ હેલ્પલાઇન બની આશાની કિરણ

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ થકી અભયમ યોજના 181 હેલ્પલાઇન યોજના શરૂ કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા કરવામાં અને ઘરેલુ હિંસા રોકવા માટે સરકાર ની આ હેલ્પલાઇન યોજના ઘણી કારગત સાબિત થઇ છે. મહિલા સશક્તિકરણની દિશામાં આ 181 હેલ્પલાઇન નંબર મહિલાઓ માટે ઘરેલુ અત્યાચારથી રક્ષણ મેળવવામાં ખૂબ મદદરૂપ બન્યો છે.

bhupendra patel

અભયમ હેલ્પલાઇન સાથે જોડાયેલા અલકા જોશીએ જણાવ્યું હતુંકે, અભયમ હેલ્પલાઇન પર દિવસના સરેરાશ 15 જેટલા કોલ આવતા હોય છે. જેમાં દરેકમાં સમસ્યા જુદી જુદી હોય છે, પરંતુ, એવા બનાવોમાં સ્થળ પર પહોંચીને તેમના પરિવારને સમજાવી કે કાયદાકીય સમજ કે ડર બતાવી મહિલાને સામાજિક અને કાનૂની સુરક્ષા નિશ્ચિત કરીએ છીએ. જોકે, ઘણા કેસોમાં મહિલાઓ સાથે ખરાબ અત્યાચાર ગુજારવામાં આવતા હોવાના કોલ પણ આવતા હોય છે, જેમાં તેમને યોગ્ય પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવે છે. આ રીતે, મહિલાઓ સાથે થતાં ઘરેલુ અત્યાચારના બનાવોમાં પીડિત મહિલાને સુરક્ષા આપી ઘરેલું અત્યાચાર રોકવામાં 181 અભયમ હેલ્પલાઇન સરકારની મહિલા સુરક્ષા માટેની કારગત યોજના છે.

રાજ્યનો સર્વાંગી વિકાસ આર્થિક રીતે જ નહિ પરંતુ, સામાજિક રીતે પણ વિકસિત થાય તે જોવાનું રાજ્ય સરકારનું દાયિત્વ છે. વર્તમાનમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે, ભૂપેન્દ્ર પટેલ આ દિશામાં સામાજિક મજબૂતી થકી મહિલા સશકિતકરણ કરવાની દિશામાં કાર્ય કરી રહ્યા છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના થકી સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે.

બનાસકાંઠાના ભારતીબેને અભયમ હેલ્પલાઇન અંગે જણાવ્યું હતું કે, અભયમ 181 હેલ્પલાઇન થકી મારા સાસરિયાં પક્ષ તરફથી થતી ઘરેલુ પ્રતાંડિતા માંથી મુક્તિ મળી છે. 181 હેલ્પલાઇન પર મદદ માંગતા અભયમ ટીમે આવીને મારા સાસરિયાં ને સમજાવી કાયદાકીય રીતે મને તથા મારા સાસરિયાં પક્ષને વાકેફ કરતા હવે ઘરેલુ અત્યાચારથી મને મુક્તિ પણ મળી છે, રક્ષણ પણ મળ્યું છે.

સમાજમાં મહિલા ઉન્નતિ અને સશકિતકરણ કરવાની દિશામાં ઘરેલુ અત્યાચાર નિવારણ કરવા ખૂબ આવશ્યક છે. ત્યારે, સરકારની આ હેલ્પલાઇન મહિલાઓને તમામ રીતે સુરક્ષિત કરવા તથા તેમને મદદગાર થઈ ઘરેલુ હિંસાના બનાવો રોકવામાં ખૂબ મહત્વની સાબિત થઈ છે. સામાન્ય રીતે, મહિલા સબંધિત અત્યાચાર રોકવાની દિશામાં સરકારની વિવિધ યોજનાઓ અને સક્રિય ભૂમિકા સમાજમાં મહિલાને મજબૂતી અને સશક્તિકરણ પુરવાર કરતી ખૂબ મહત્વની યોજના છે. આ હેલ્પલાઇન થકી સખી વન સ્ટોપ સેન્ટરની મદદ પણ મેળવી શકાય છે. જેમાં, મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી કે અન્ય રાજ્યની મહિલા હોય પણ ગુજરાતમાં હિંસા કે અત્યાચારનો ભોગ બને તો પણ મદદ મેળવી શકે છે.

આ હેલ્પલાઇન ઘરેલુ અત્યાચાર સિવાય પણ મહિલાઓના કામના સ્થળે કે, અન્ય કોઈ સ્થળ કે જગ્યા પર જાતીય સતામણી, છેડતી, ભ્રુણ હત્યા, સાયબર ગુના કે, મહિલાનો પીછો કરતા હોય તેવા સંજોગોમાં પણ તેમને મદદ મળી શકે છે. આ રીતે, મહિલા સુરક્ષા થી સામાજિક સુરક્ષા નિશ્ચિત કરવાની દિશામાં રાજ્ય સરકારની આ હેલ્પલાઇન યોજના ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

English summary
Women's safety a priority of Gujarat government, 181 Abhyam helpline becomes ray of hope
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X