For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા અને ધ્રોલ નગરપાલિકાના ર૭ કરોડ ૩૧ લાખના કામોને મંજૂરી આપી!

ગુજરાત સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા તથા ધ્રોલ નગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ર૭ કરોડ ૩૧ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા તથા ધ્રોલ નગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે ર૭ કરોડ ૩૧ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આના પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને ર૦ર૧-રરના વર્ષ માટેના આંતરમાળખાકીય વિકાસના કામો માટે ર૩.૮૮ કરોડ ફાળવવામાં આવશે.

bhupendra patel

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ કામોમાં જૂનાગઢ શહેરમાં માર્ગોના ર૭ કામો માટે રૂ. ૯,ર૩,૭૩,૭પ૭, ગટરના કામ માટે ૧પ લાખ રૂપિયા, પાણી પૂરવઠાના કામો માટે ર કરોડ ર૮ લાખ રૂપિયા, સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવા ર કરોડ ર૬ લાખ ૪૧ હજાર રૂપિયા, બ્રીજના કામો માટે ર કરોડ ૧૯ લાખ, પર હજાર રૂપિયા તેમજ અન્ય ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ૭ કરોડ ૭૬ લાખ ૭ હજાર ૬૮૧ મંજૂર કરવામાં આવ્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખના કામો માટે ૩.૪૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ૩.૪૩ કરોડ રૂપિયામાંથી રૂ. ર.૯પ કરોડ ધ્રોલના કમલા નહેરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બિલ્ડીંગ માટે, ૪૪.૮૦ લાખ ગાર્ડન ડેવલપ કરવા માટે અને ૩.૧૧ લાખ પાર્કમાં ટોયલેટ બ્લોક નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે.

અહીં જણાવી દઈએ કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ૮ મહાનગર પાલિકાઓને ર૦રર-ર૩ ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ ૧૯૧૭ કરોડ ફાળવવાની જોગવાઇ તાજેતરમાં જ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

આ આઠ મહાનગરોમાં વસ્તીના ધોરણે આંતર માળખાકીય વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે જે રકમ ૧૯૧૭ કરોડમાંથી ફાળવવામાં આવી છે. તેમાં અમદાવાદ મહાનગરપાલિકાને ૭૧૦ કરોડ, સુરતને પ૮૦ કરોડ, વડોદરાને ર૧૮ કરોડ, રાજકોટને ૧૭ર કરોડ, ભાવનગર શહેરને ૮૦ કરોડ, જામનગર માટે ૭૬ કરોડ તેમજ જૂનાગઢને ૪૦ કરોડ અને ગાંધીનગરને ૪૧ કરોડ ફાળવવામાં આવશે.

આ સિવાય રાજ્યની ૧પ૬ નગરપાલિકા ઓને આ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસના વિવિધ કામો હાથ ધરવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે ર૦રર-ર૩ના વર્ષ માટે કુલ ૩૭૯ કરોડ રૂપિયા ફાળવવાની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જેમાં 'અ' વર્ગની રર નગરપાલિકાઓને ૧૧૦ કરોડ, 'બ' વર્ગની ૩૦ નગરપાલિકાઓને ૯૦ કરોડ, 'ક' વર્ગની ૬૦ નગરપાલિકાઓને ૧૩પ કરોડ તેમજ 'ડ' વર્ગની ૪૪ નગરપાલિકાઓને ૪૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

English summary
Works of Junagadh Municipal Corporation and Dhrol Municipality worth Rs. 29.71 crore sanctioned!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X