પાટણ DRDA દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક દિવસીય વર્કશોપ યોજાયો
પાટણ ખાતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પાટણ ખાતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત આ વર્કશોપમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગ્રામવિકાસ કમિશ્નર તેમજ સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્કશોપમાં એન્યુઅલ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લાના 180 ગામોની પણ પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કાના 180 ગામોના સરપંચ તથા તલાટી કમ મંત્રીઓ આ વર્કશોપમાં જોડાયા હતા. જેઓને સરકારશ્રીની વિવિધ યોજનાકીય સમજ, ટેક્નીકલ સપોર્ટ તેમજ અન્ય યોજના સાથે કન્વર્જન્સની કામગીરી PPT પ્રઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવી હતી. જેનું સુચારૂ રૂપે અમલીકરણ થાય તે આ વર્કશોપનો ઉદેશ્ય રહ્યો હતો. આ વર્કશોપમાં ગામોમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય તેમજ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો, ગામોને સ્વચ્છ, સ્વસ્થ અને ODF+મોડેલ બનાવવા વગેરે જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગામડાઓમાં કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો તેમજ તેનું વ્યવસ્થાપન કરવું તે વિષય પર પણ વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્કશોપનાં સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકીએ જણાવ્યું હતુ કે, વિવિધ સરકારી યોજનાઓનો સુચારૂ રીતે અમલ થાય તેને ધ્યાનમાં રાખી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાનાં માનવી સુધી પહોંચે તે માટે ગામનાં સરપંચ અને તલાટીઓ ખૂબ મહત્વની ભૂમિકામાં છે.
સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત આજે અનેક કાર્યો થકી દેશના ગામડાઓ સ્વચ્છ થઈ રહ્યા છે. સ્વચ્છતા માટે જાગૃતતા હોવી ખૂબ જરૂરી છે તેથી જ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાકીય માહિતી માટે વર્કશોપનું યોજવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન થકી આજે વ્યક્તિગત સ્વચ્છતા વધી છે. પરંતુ સાથે સાથે સામૂહિક સ્વચ્છતા લાવવી પણ જરૂરી બની રહે છે. સ્વચ્છતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વ્રારા મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેથી ગ્રામ સ્વચ્છતા માટે તમામ સરપંચો પણ આગળ આવીને કામ કરે જેથી દેશના તમામ ગામડાઓ સ્વચ્છ થઈ શકે.












Click it and Unblock the Notifications
