For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડામાં ગુજરાતી પરિવારના મોતના સમાચારથી ગાંધીનગરના આ ગામમાં ચિંતાનો માહોલ

યુએસ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ચાર જણના પરિવારના મૃત્યુના અહેવાલોએ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના એક ગામમાં ચિંતા પેદા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ યુએસ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ચાર જણના પરિવારના મૃત્યુના અહેવાલોએ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના એક ગામમાં ચિંતા પેદા કરી દીધી છે. ગામના એક રહેવાસીએ જણાવ્યુ કે તે હાલમાં જ કેનેડા જવા નીકળેલા તેના સંબંધીઓનો સંપર્ક કરી શક્યો નથી. ડીંગુચા ગામનો પરિવાર એક બાળક સહિત ચાર ભારતીયો કે જેઓ ગુજરાતી હોવાનુ માનવામાં આવે છે તેઓ યુએસ-કેનેડા સરહદે અત્યંત ઠંડા વાતાવરણના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામ્યા હોવાના અહેવાલોથી ચિંતિત છે. જે તે દેશના સત્તાવાળાઓ માને છે કે હિમવર્ષા દરમિયાન પરિવારનો ક્રોસિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

us-canada

ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે તેમણે ડિંગુચા ગામનો એક પરિવાર કેનેડા જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી પરંતુ માર્યા ગયેલા લોકો કે તેઓ આ ગામના છે કે કેમ તે અંગે તેમને કોઈ માહિતી મળી નથી. આ અંગે વિદેશ મંત્રાલયઅથવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

હાલમાં જ પત્ની અને બે બાળકો સાથે કેનેડા જવા રવાના થયેલા જગદીશ પટેલના એક પિતારઈ ભાઈએ જણાવ્યુ હતુ કે, 'ગુજરાતના કલોલ તાલુકાનો પરિવાર ચિંતામાં છે કારણકે હાલમાં તેમનો સંપર્ક થઈ શકતો નથી. યુએસ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક પરિવારવા ચાર સભ્યોના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી અમે ખૂબ ચિંતિત છીએ. મારા ભાઈ અને તેના પરિવાર સાથે અમે છેલ્લા 3-4 દિવસથી વાત કરી શક્યા નથી. કેન્દ્ર સરકારે પીડિતો વિશે માહિતી આપવી જોઈએ.'

ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મૃત્યુના સમાચાર પર શોક વ્યકત કરીને ગુજરાત રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે ભારતમાં તકોના અભાવને કારણે લોકો મોટી સંખ્યામાં યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરે છે. અહીં તકોના અભાવનાકારણે લોકો યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જાય છે. સખત મહેનત કરવા છતાં તેમને નોકરી મળતી નથી. આ જ કારણે તેઓ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચે છે અને સ્થળાંતર કરવા માટે ઘણુ જોખમ લે છે. એક ગુજરાતીઓ યુએસ પહોંચી જાય પછી તેમને ચિંતા નથી હોતી કારણકે ત્યાં મોટી સંખ્યામાં ગુજરાતના લોકો હોય છે પરંતુ મુખ્ય ચિંતા સરહદ પાર કરવાની હોય છે.

English summary
Worry in a village of Gandhinagar over Gujarati family death in US-Canada border during a blizzard
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X