અમદાવાદ, ગાંધીનગર સહિત કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

Subscribe to Oneindia News

હવામાન વિભાગ દ્વારા રાજ્યના પાટનગર સહિત અમદાવાદ, ઇડર અને સુરેન્દ્રનગર ખાતે ઓરેન્જ એલર્ટ અને અન્ય મોટા ભાગના શહેરોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. ગરમીનો પારો 43 ડીગ્રી ઉપર જતા હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા હીટ વેવથી બચવા માટે જુદા જુદા પ્લાન બનાવામાં આવ્યા છે.

heat wave

તંત્રની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ ગરમીને કારણે રસ્તા પર પાણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. કેટલીક સંસ્થાઓ દ્વારા પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શુક્રવારે અમદાવાદ શહેરમાં બપોરના સમયે તાપમાન 43 ડીગ્રીથી પર પહોંચ્યું હતું. બપોરના સમયમાં રસ્તાઓ પર જાણે કરફ્યુ હોય એમ લાગી રહ્યું હતું. અમદાવાદ શહેરમાં 28 મે ના રોજ તાપમાન 44 ડીગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 28 મેના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. 41.5 થી 43 ડીગ્રી જેટલું તાપમાન હોય તો યેલો એલર્ટ આપવામાં આવે છે. 43 થી 45 ડીગ્રી તાપમાન હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે અને 45 ડીગ્રીથી વધુ તાપમાન જતું રહે તો રેડ એલર્ટ આપવામાં આવે છે.

રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન

  • ઇડર: 44
  • ગાંધીનગર: 43.8
  • અમદાવાદ: 43.4
  • સુરેન્દ્રનગર: 43
  • રાજકોટ: 42.6
  • ડીસા: 42.4
  • કંડલા એરપોર્ટ: 42.4
  • અમરેલી: 42
  • વીવી નગર: 41.9
  • વડોદરા: 41.8
English summary
Weather Report : Orange and yellow alert in Gujarat. Read more over here.
Please Wait while comments are loading...