વિશ્વપ્રતાપસિંહ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરીયો કરશે
ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ વિશ્વપ્રતાપ વાઘેલા આજે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે વિવિધત ભાજપમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના ગ
ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ વિશ્વપ્રતાપ વાઘેલા આજે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે વિવિધત ભાજપમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના એક દિવસ પહેલા જ કોંગ્રેસના યુવા નેતાએ રાજીનામું ધરી દિધુ હતુ. ત્યારથી ચર્ચા ચાલી રહી હતી કે, તે ભાજપમાં જોડાશે.

વાઘેલાએ 7 પાનાના રાજીનામા પત્રમાં પક્ષના આંતરીક કલેહ અને નેતાઓની જો હુકમી તરફ આક્ષેપો કર્યા છે. પત્રમાં વાઘેલાએ જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાઈને જવાનીના 18 વર્ષ વેડફી નાખ્યા છે, આજે મારી જાતને મન કર્મ વચનથી કોંગ્રેસ મુક્ત કરું છું, સંઘર્ષ કરીને યોગ્ય જગ્યા પર પહોંચ્યો તો આંતરિક જુથવાદને કારણે પક્ષમાં દુશ્મનો પેદા થાય છે.
કોંગ્રેસમાંથી એક બાદ એક યુવા તેમજ દિગ્ગજ નેતાઓ રાજીનામા ધરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકીર રહ્યા છે ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ કફોડી બનતી જઇ રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીનું જોર પણ ગુજરાતમાં વધતુ જઇ રહ્ય છે. કોંગ્રેસની પરિસ્થિતિ આવી જ રહેશે તો ગુજરાતની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ જોવા મળશે.












Click it and Unblock the Notifications
