For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#YuvaKisanAdhikar : રાહુલ ગાંધીએ શરૂ કરી બીજા દિવસની યાત્રા

યુવા કિસાન અધિકાર બસ યાત્રા અંતર્ગત કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજે વડોદરાથી છોટા ઉદેપુર સુધીનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ખેડૂતોને મળશે અને જનસંબોધન કરશે. રાહુલ ગાંધીના કાર્યક્રમ અંગે વાંચો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષે મધ્ય ગુજરાતની ત્રણ દિવસની યાત્રા પર છે. જેમાં આજે બીજા દિવસે તેમણે વડોદરામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પુષ્પાજલિ આપી યાત્રાની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીની બીજા દિવસની નવસર્જન યાત્રામાં તે આજે વડોદરાથી છેટા ઉદેપુર સુધીનો તેમનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ભાયલી, પાદરા, કરજણ, પનસોલી, ડભોઇ જેવા ગામોની મુલાકાત લેશે અને સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે બસ યાત્રા પૂર્ણ કરતા છોટા ઉદેપુર પહોંચશે. નોંધનીય છે કે આ તમામ ગામડામાં તેનો ખેડૂતો અને પાટીદાર સમુદાયના લોકોને મળશે. અને સાથે જ લોકો જોડે ચર્ચા અને જનસંબોધન કરશે.

rahul

ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી તેમની પ્રથમ દિવસની યાત્રા દરમિયાન વારંવાર ભાજપની નોટબંધી, જીએસટી નીતિઓ પર પ્રહાર કરી ચૂક્યા છે. સાથે જ વિકાસ અને રોજગારી મામલે પણ રાહુલ ગાંધીને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન તાંક્યું છે. ત્યારે રાહુલ તેમના આજના પ્રવાસ દરમિયાન પણ ખેડૂતો મળશે અને કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સોમવારની તેમની સભામાં કોંગ્રેસનો પંજો ગુજરાતમાં સ્થાપવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

rahul gandhi
English summary
#YuvaKisanAdhikar: Congress VP Rahul Gandhi continues his Adhikar yatra from Vadadora to Chhota Udaipur on day 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X