બઠિંડા મિલિટ્રી સ્ટેન પર ફાયરિગ, પોલીસે એક જવાનની કરી ધરપકડ, ગોળીબારમાં 4 ના મોત
બઠિંડા મીલીટ્રી સ્ટેશન પર ફાયરિગ મામલે પોલીસે સોમવારે સેનાના એક જવાનની ધરપકડ કરી હતી. જો કે પોલીસે ધરપકડની પુષ્ટી નથી કરી બઠિંડા પોલીસ તેને લઇને 12 વાગ્યે એક પ્રેસ કરીને આ અંગે માહિતી આપશે.

પંજાબના બઠિંડામાં આવેલ મિલિટ્રી સ્ટેશનમાં બુધવારે સવારે ફાયરિંગની ઘટના બની હતી. તેમા 4 જવાનોની મોત થઇ હતી. પોલીસે બે નકાબધારી હુમલાખોરો વિરુદ્ધ એફઆઇઆઇર દાખલ કરી હતી. તેમા કહેવામાં આવ્યુ હતુ કે, હુમલાખોર એક હાથમાં રાઇફલ અને એક હાથમાં કુલ્હાડી હતી. તેમણે સફેદ કુર્તા પાયજામા પહેરી રાખ્યો હતો.
આ ઘટના પર સૈનાએ નિવેદન બહાર પાડીને કહ્યુ હતુ કે, "બઠિંડા મિલિટ્રી સ્ટેશન માં ફાયરિગની ઘટનામં દરમિયાન આર્ટિલરી યૂનિટના ચાર જવાનોની ગોળી વાગવાને લીધે મૌથ થઇ ગઇ છે. કોઇ અન્ય જવાનને ઇજા કે સંપત્તિને નુક્સાનની કોઇ ખબર નથી. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો .તેમજ પંજાબ પોલીસ સાથે સંયુક્ત તપાસ કરવામાં આવી હતી."
સેનાએ આતંવાદી હૂમાલનો ઇન્કાર કર્યો હતો. બઠિંડાના એસએસપી ગુલનીત ખુરુનાએ કહ્યુ કે, સેના દ્વારા શેયર કરવામાં આવેલ માહિતી અનુસાર કોઇ આતંકવાદી ખતરાની શંકા નથી.












Click it and Unblock the Notifications
